વિવાદ/ લોકગાયિકા ગીતા રબારીની ફરી વધી મુશ્કેલી, આ કારણે નોંધાઈ ફરિયાદ

રેલડી ફાર્મ હાઉસ ખાતે લોકડાયરાના આયોજન સમયે કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ ગીતા રબારી સામે નોંધાઈ ફરિયાદ

Gujarat Others
Untitled 241 લોકગાયિકા ગીતા રબારીની ફરી વધી મુશ્કેલી, આ કારણે નોંધાઈ ફરિયાદ

ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારી ફરી એક વખત વિવાદોમાં ફસાઈ છે. કોરોના વાયરસને પરિણામે રાજ્યમાં સામાજિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકોને જ છુટ આપવામાં આવી છે.છતાં પણ અનેક જગ્યાઓ પર કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને લોકો કોરોનાને આવકારી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભુજ નજીક રેલડીના ફાર્મ હાઉસમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડાયરામાં કોરોના ગાઈડલાઈન અને જાહેરનામાના નિયમોના ધજાગરા થતાં પધર પોલીસે વાડી માલિક અને લોક ગાયિકા ગીતા રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આ ડાયરાના કાર્યક્રમમાં 70 જેટલા લોકો વાડીમાં એકત્ર થયા હતા. આ કાર્યક્રમમાં એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું.

આ પણ વાંચો :અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા

તારીખ 21 જૂનના રાત્રે રેલડી ફાર્મહાઉસ પર સંજયભાઇ ઠક્કરે ડાયરો યોજવાની અગાઉથી ગીતા રબારીને વાત કરી દીધી હતી. ગીતા રબારીએ પણ સહમતિ દર્શાવી હતી અને પોતાના ગ્રુપ સાથે હાજર રહીને લોકડાયરો યોજ્યો હતો. જો કે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ કલેક્ટરના જાહેરનામા તેમજ IPC ની 188, 269, 270 સહિતની કલમો તળે બંને સામે ફોજદારી નોંધાઇ હતી.

આ પણ વાંચો :CMના અધ્યક્ષસ્થાને ‘વનબંધુ કલ્યાણ યોજના-૨” ના ઝડપી અમલીકરણ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક સંપન્ન

આ પહેલા દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાને ઘરે જઈને રસી અપાતા વિવાદ સર્જાયો હતો. ગીતા રબારીએ ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા હતા. જેના પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો હતો.

આ પણ વાંચો :રાજ્યમાં છેતરપિંડીના બનાવોમાં વધારો, મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિને ચૂનો લગાડનાર બે ઝડપાયા

ગીતા રબારી અને તેના પરિવારજનોને ઘરે જઇને વેક્સિન આપવાની સુવિધા અપાતા લોકોમાં ગુસ્સો છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે સેલિબ્રિટી છે એટલે શું ઘરે જઇને વેક્સિનની સુવિધા આપવાની? લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે તો પણ વેક્સિન નથી મળતી?. સ્લોટ બુક કર્યા છતા વેક્સિન નથી મળતી અને આમને ઘરે બેઠા વેક્સિન?

આ પણ વાંચો :ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રના વિવાદના મુદ્દે કોર્ટનો એ-ડિવિઝન પોલીસને ૩૦ દિવસમાં ગુનો દાખલ કરવા