Not Set/ પ્રયાગરાજ કુંભમાં ઘટી દુર્ઘટના: સંગમમાં પલટી બોટ, 12 શ્રધ્ધાળુઓ હતા સવાર

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં લાગેલા કુંભ મેળામાં વધુ એક મોટી ઘટના સામે આવી છે. શનિવારે સવારે સંગમમાં શ્રધ્ધાળુઓથી ભરેલી એક નાવડી ડૂબવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોટમાં 12 લોકો સવાર હતા. સંગમમાં નાવડી ડૂબવાના સમાચાર મળતા જ એનડીઆરએફ અને ગોતાખોરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. એનડીઆરએફની ટીમ નાવડીની શોધમાં લાગેલી છે. […]

India
hp 4 પ્રયાગરાજ કુંભમાં ઘટી દુર્ઘટના: સંગમમાં પલટી બોટ, 12 શ્રધ્ધાળુઓ હતા સવાર

પ્રયાગરાજ,

પ્રયાગરાજમાં લાગેલા કુંભ મેળામાં વધુ એક મોટી ઘટના સામે આવી છે. શનિવારે સવારે સંગમમાં શ્રધ્ધાળુઓથી ભરેલી એક નાવડી ડૂબવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોટમાં 12 લોકો સવાર હતા. સંગમમાં નાવડી ડૂબવાના સમાચાર મળતા જ એનડીઆરએફ અને ગોતાખોરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. એનડીઆરએફની ટીમ નાવડીની શોધમાં લાગેલી છે.

એનડીઆરએફ અને ગોતાખોરની ટીમે બધાને સુરક્ષિત બહાર નીકળ્યા છે અને આ બધાને બોટ એમ્બ્યુલન્સથી ઈલાજ માટે મેળા પરિસરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્રે તમામ સલામત વ્યક્તિઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા છે. એક મહિલાને મેળાના કેન્દ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Kumbh Kum પ્રયાગરાજ કુંભમાં ઘટી દુર્ઘટના: સંગમમાં પલટી બોટ, 12 શ્રધ્ધાળુઓ હતા સવાર

કુંભનગરમાં કુશીનગરના પડરોનથી આવેલ 12 લોકોથી ભરેલી બોટ સંગમની ધારામાં અસંતુલિત થઈને પલટી ગઈ. બોટમાં સવાર થયેલા તમામ 12 લોકો ડૂબવા લાગ્યા. ત્યાં બોમો પાડવા પર ત્યાં તૈનાત રહેલ એનડીઆરએફ અને ગોતાખોરની ટીમે બધાને બચાવી લીધા.

kumbh alld k પ્રયાગરાજ કુંભમાં ઘટી દુર્ઘટના: સંગમમાં પલટી બોટ, 12 શ્રધ્ધાળુઓ હતા સવાર

કુંભ મેળા પોલીસે જણાવ્યું કે સંગમમાં બોટ ડૂબવાની વિશેની માહિતી ખોટી છે. વોટર પોલિસે કહ્યું કે સંગમ કિનારા પર બોટ ઉભી હતી. જેમાં આશરે 10 થી 12 શ્રધ્ધાળુઓ સ્નાન કરવા આવ્યા હતા. જેમાંથી એક મહિલા શ્રધ્ધાળુ એક બોટ પરથી બીજી બોટ પર જવા લાગી ત્યારે તેમનો પગ લપસી ગયો. જેમાંથી તે લપસી ગઈ, તેને નીચેથી નીકળવા માટે બોટમાંના અન્ય લોકો પણ બોટની  એક બાજુ ઝુકી ગયા. જેના લીધે બોટ એક બાજુ નમી ગઈ, જેના પછીપીએસી અને વોટર પોલીસ તરત જ બોટને સીધી કરવી અને સુરક્ષિત બધા લોકોને સ્નાન કરાવ્યું હતું. જ્યાં બોટ ડૂબી હતી ત્યાં ઘૂંટણ સુધી જ પાણી હતું. અહીં બોટ ડૂબવાની કોઈ દુર્ઘટના ઘટી નથી.