Maharashtra/ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું રાજીનામું, રમેશ બૈસને સોંપવામાં આવી જવાબદારી

લાંબા સમયથી વિવાદમાં રહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ રમેશ બૈસને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સાથે, ઘણા વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરો બદલવામાં આવ્યા છે.

Top Stories India
મહારાષ્ટ્રના રાજ્યપાલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી ભગતસિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને રમેશ બૈસ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનશે. એ જ રીતે રાધાકિશન માથુર લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર હશે.

રાષ્ટ્રપતિએ આ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે, તેમાંથી લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈકને અરુણાચલ પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે લક્ષ્મણપ્રસાદ આચાર્ય સિક્કિમના રાજ્યપાલ હશે. બીજી તરફ ઝારખંડના રાજ્યપાલના નામ માટે સીપી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામાં આવી છે.

એ જ રીતે શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિસ્વા ભૂષણ હરિચંદન છત્તીસગઢના રાજ્યપાલ હશે. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ નિવૃત્ત જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર રહેશે. એ જ રીતે, સુશ્રી અનુસુયા ઉઇકેને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી ગણેશનને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે ફાગુ ચૌહાણને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહારના રાજ્યપાલ હશે

રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા રાજ્યપાલોમાં રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહારના રાજ્યપાલ હશે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. આ તમામ ગવર્નરોની નિમણૂકો તેઓ પોતપોતાના હોદ્દાનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે.

આ પણ વાંચો:તુર્કી ભૂકંપ: એક ભારતીયનો મળ્યો મૃતદેહ, મૃત્યુઆંક 28,000ને પાર

આ પણ વાંચો:PM મોદી આજે આપશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે-1ની ભેટ, જાણો ખાસિયત

આ પણ વાંચો:12 ફેબ્રુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…