Political/ ભાજપ, પિતા-પુત્ર અને ઇટાલિયન મા-દીકરાની લિમિટેડ કંપની નથી : સાક્ષી મહારાજ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનાં નેતાઓની બયાનબાજી પણ તેજ બની રહી છે. સત્તા અને વિપક્ષ બન્ને તરફથી આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે.

Top Stories India
સાક્ષી મહારાજ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનાં નેતાઓની બયાનબાજી પણ તેજ બની રહી છે. સત્તા અને વિપક્ષ બન્ને તરફથી આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ દરમ્યાન ઉન્નાવનાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજે સોમવારે મહોબામાં એક કાર્યક્રમ દરમિયાન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ

ઉન્નાવ (ઉત્તર પ્રદેશ) નાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજે સોમવારે મહોબામાં કહ્યું કે, ભાજપ ન તો સપા જેવા પિતા-પુત્રની લિમિટેડ કંપની છે કે ન તો કોંગ્રેસ જેવી ઇટાલિયન મા-દીકરાની લિમિટેડ કંપની છે.” આ માયાવતી (BSP)ની લિમિટેડ કંપની પણ નથી…આ ભાજપ છે…જે કહે છે પહેલા ભારત…અને પછી ભારતનાં લોકો.”  જણાવી દઈએ કે, ઉન્નાવનાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજ અવાર-નવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને પાછો ખેંચવા પર, ભાજપ સાંસદે કહ્યું હતું કે, “બિલ બને છે, બગડે છે, પાછા આવે છે. ફરીથી બિલ બનાવવામાં વધુ સમય નથી લાગતો. PMએ એક મોટું મન, મોટું દિલ બતાવ્યું છે. મોદી અને યોગીનો કોઈ તોડ નથી.”

ઉલ્લેખનીય છે કે, સાક્ષી મહારાજ પોતાના નિવેદનોને કારણે અવાર-નવાર હેડલાઇન્સમાં રહે છે. આપને જણાવી દઈએ કે, આવતા મહિને યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા સહિત તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. જો કે, એ જોવાનું રહે છે કે, ચૂંટણી નિયત તારીખે યોજાય છે કે પછી કોરોના વાયરસનાં ઓમિક્રોનનાં વધતા જતા કેસોને કારણે તેને સ્થગિત કરી શકાય છે.