Not Set/ રેલ્વે સ્ટેશનમાં ગીતો ગાઇને પેટ ભરતી રાનૂ મોંડલની કિસ્મત ચમકી, મળી રહી છે ઓફર

થોડા દિવસો પહેલા એક ગરીબ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં, તે ગરીબ મહિલા રેલ્વે સ્ટેશન પર તેની ગાયક પ્રતિભાનાં જોહરને બતાવતી જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં આ મહિલા બોલિવુડની મહાન ગાયિકા લતા મંગેશકરનું ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગીત ગાતી જોવા મળી હતી. આ ગીત મહિલા દ્વારા એટલું સુંદર રીતે […]

India
pjimage 84 રેલ્વે સ્ટેશનમાં ગીતો ગાઇને પેટ ભરતી રાનૂ મોંડલની કિસ્મત ચમકી, મળી રહી છે ઓફર

થોડા દિવસો પહેલા એક ગરીબ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં, તે ગરીબ મહિલા રેલ્વે સ્ટેશન પર તેની ગાયક પ્રતિભાનાં જોહરને બતાવતી જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં આ મહિલા બોલિવુડની મહાન ગાયિકા લતા મંગેશકરનું ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગીત ગાતી જોવા મળી હતી. આ ગીત મહિલા દ્વારા એટલું સુંદર રીતે ગવાયું હતું કે જ્યા જ્યા આ વીડિયો પહોચ્યો તે દરેક લોકોએ મહિલાનાં સુંદર અવાજની પ્રશંસા કરી હતી. તેટલુ જ નહી તે રાતોરાત લોકપ્રિય પણ બની ગઇ હતી.

ranu mondal 0 1 રેલ્વે સ્ટેશનમાં ગીતો ગાઇને પેટ ભરતી રાનૂ મોંડલની કિસ્મત ચમકી, મળી રહી છે ઓફર

આ ગરીબ મહિલાનું નામ રાનૂ મોંડલ બતાવવામાં આવી રહ્યુ છે અને સિંગિંગનો વીડિયો વાયરલ થતાં તેનું નસીબ ચમક્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનો શાનદાર અવાજ સાંભળ્યા બાદ, તેને ઘણી ઓફર મળી રહી છે. એટલું જ નહીં, રાનૂને જે શો ની તાજેતરમાં ઓફર્સ મળી છે, તેના એક્ઝિક્યુટિવે રાનૂનાં મેકઓવર સ્પોન્સર કર્યુ છે.

1565269441 ranu mondal 3 રેલ્વે સ્ટેશનમાં ગીતો ગાઇને પેટ ભરતી રાનૂ મોંડલની કિસ્મત ચમકી, મળી રહી છે ઓફર

રાનૂનો મેકઓવર પણ એટલો જબરદસ્ત થઈ ગયો છે કે સામે આવેલા નવા ફોટાઓમાં બદલાયેલા લુકમાં તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. વીડિયોમાં તે એટલી સુંદર લાગી રહી છે કે લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, મહિલાને પરફોર્મન્સ માટે કોલકાતા, કેરળ અને બાંગ્લાદેશ પણ બોલાવવામાં આવી છે.

ranu mondal 4 રેલ્વે સ્ટેશનમાં ગીતો ગાઇને પેટ ભરતી રાનૂ મોંડલની કિસ્મત ચમકી, મળી રહી છે ઓફર

તેણીને મુંબઈનાં એક રિયાલિટી શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. તે જ કંપની ત્યાં પહોંચવા માટેનો તમામ મુસાફરી ખર્ચ ઉઠાવશે. જોકે, રાનૂને મુસાફરી માટે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે તેમની પાસે પૂરતા આઈડી પેપર્સ નથી. ખાસ વાત એ છે કે તેને વ્યક્તિગત મ્યુઝિક આલ્બમ રેકોર્ડ કરવાની ઓફર પણ મળી છે. આ દરમિયાન રાનૂનો એક નવો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમા તે ‘જો વાદા કિયા વો નિભાના પડેગા’ ગીત ગાતી જોવા મળી રહી છે.

Ranaghat station Woman Video Viral Ranu Mondal makeover Photos Lata Mangeshkar Ek Pyaar Ka Nagma Hai Viral Song રેલ્વે સ્ટેશનમાં ગીતો ગાઇને પેટ ભરતી રાનૂ મોંડલની કિસ્મત ચમકી, મળી રહી છે ઓફર

ગરીબ મહિલા રાનૂએ મુંબઇમાં રહેતા બબલુ મોંડલ સાથે લગ્ન કર્યા હતા, જેના અવસાન થયા બાદથી તે વિવિધ રેલ્વે સ્ટેશનો પર ગીતો ગાઈને પોતાનો ગુજરાન ચલાવે છે. મોટે ભાગે તે લતાજીનાં જ ગીતો ગાવાનું પસંદ કરે છે. અત્યાર સુધીમાં 3.9 મિલિયનથી વધુ લોકોએ રાનૂનો પહેલો વીડિયો જોયો છે. તેમજ લગભગ 59 હજાર લોકોએ આ વીડિયોને શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.