Not Set/ અંતે, નવજોતસિંહ સિદ્ધુએ અમરિંદર કેબિનેટમાંથી આપેલ રાજીનામું જાહેર કર્યુ

ક્રિકેટર ટર્ન પોલીટીશ્યન નવજોતસિંહ સિદ્ધુ દ્વારા પંજાબ સરકારનાં મંત્રી તરીકે રાજીનામું આપવામા આવ્યું છે. સીધુએ આ માહિતી આપતો પોતાનો લગભગ એક મહિના પૂર્વે લખેલો પત્ર ટ્વિટર પર મુકતા મામલે સપાટી પર આવ્યો હતો. સિદ્વુ દ્વારા પોતે રાજીનામુ આપી રહ્યા હોવાની જાણ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ 10.06.2019નાં રોજ કરવામા આવી હતી.તો આજે સિદ્વએ ટ્વીટર પર તે રાજીનામા […]

Top Stories India
Navjot Singh Sidhu 1 અંતે, નવજોતસિંહ સિદ્ધુએ અમરિંદર કેબિનેટમાંથી આપેલ રાજીનામું જાહેર કર્યુ

ક્રિકેટર ટર્ન પોલીટીશ્યન નવજોતસિંહ સિદ્ધુ દ્વારા પંજાબ સરકારનાં મંત્રી તરીકે રાજીનામું આપવામા આવ્યું છે. સીધુએ આ માહિતી આપતો પોતાનો લગભગ એક મહિના પૂર્વે લખેલો પત્ર ટ્વિટર પર મુકતા મામલે સપાટી પર આવ્યો હતો. સિદ્વુ દ્વારા પોતે રાજીનામુ આપી રહ્યા હોવાની જાણ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ 10.06.2019નાં રોજ કરવામા આવી હતી.તો આજે સિદ્વએ ટ્વીટર પર તે રાજીનામા પત્રનો ફોટો શેર કર્યો હતો. તેમણે પક્ષનાં અધ્યક્ષને સંબોધિત કરતી પોસ્ટમાં રાજીનામા પત્રનો ફોટો પણ શેર કર્યો છે. સિદ્ધુના જણાવ્યા પ્રમાણે, તેમણે 10 જૂનના રોજ રાહુલ ગાંધીને રાજીનામું આપ્યું હતું. સિદ્વુએ રવિવારે એક અન્ય ટ્વિટમાં કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી અમરિન્દરસિંહને રાજીનામું આપશે. બીજી તરફ  મુખ્યમંત્રીની ઓફિસે કહ્યું કે તેમને નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું મળ્યું નથી. 

View image on Twitter
ખરેખર, કોંગ્રેસનાં નેતા નવજોત સિદ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંહર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અને આ મામલે સિદ્વુ સ્પોટલાઇટમાં છે. લોકસભા ચૂંટણીનાં સમયથી, બંને નેતાઓ એક બીજા પર વાર પલટવાર કરતા આવ્યા છે. કેપ્ટને તો પંજાબમાં હારનાં જવાબદાર સિદ્વુને જ ગણાવી હરાનું ઠીકરુ સિદ્વુ પર ફોડી દીધું હતું. તો સાથે સાથે પંજાબનાં મુખ્યમંત્રી અમરિંંદર સિંહે 6 જૂને સિધુ પાસેથી સ્થાનિક સંસ્થાઓ અને પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના ખાતા પાછા ખેંચી લીધી હતા અને એનર્જી અને નવીનીકરણીય ઊર્જા વિભાગના હવાલો જ રહેવા દીધા હતા.  કેબિનેટમાં ફેરબદલના બે દિવસ પછી, સિધુને 8 મી જૂનના રોજ સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમોના અમલીકરણ માટે મુખ્યમંત્રી દ્વારા સ્થાપેલા મંત્રાલયમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
સિદ્ધુ કેપ્ટનના કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

સમાઘાનની આશા ઠગારી નિકળતા આખરે જાહેર કર્યુ રાજીનામું

મુખ્યમંત્રી સાથે અટકાયતની સ્થિતિને કારણે એક મહિનાના કેબિનેટના ફેરબદલ પછી પણ સિદ્ધૂએ તેમના નવા ચાર્જનો હવાલો સંભાળ્યો નહીં. સિંઘુ અને સિંહ વચ્ચેની સમસ્યાઓના ઉકેલ માટે કોંગ્રેસના નેતા અહમદ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. ગયા મહિને દિલ્હીની મુલાકાત દરમિયાન સિદ્વુ પટેલને મળ્યા હતા.  સિદ્ધુએ રાજીનામું જાહેર કરવા માટે એક મહિનાથી વધુ સમય રાહ જોઇ હોવાનું સામે આવી રહ્યું છે. કેબિનેટની ફેરબદલમાં નવોજતસિંહ સિદ્ધુ અને તેની પત્ની નવજોત કૌરને કદ પ્રમાણે વાતરવામાં આવ્યા હતા. પરંતુ તે પણ સમાઘાનની આશાએ તે મીડિયાથી દૂર રહ્યા હતા. આમતો સિધુએ 9 જૂને રાહુલ ગાંધીને મળ્યા અને ત્યારબાદ તેમણે 10 જૂનના રોજ ટ્વિટર અને ફેસબુક પૃષ્ઠ પર રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પટેલ સાથે એક ચિત્ર શેર કર્યું. ત્યારથી, તેણે ટ્વિટર અને ફેસબુક પર કંઈપણ શેર કર્યું નહોતું. જે સિદ્વુની નારાજગી સ્પષ્ટ પણે દેખાડે છે.

Navjot sidhu 1 અંતે, નવજોતસિંહ સિદ્ધુએ અમરિંદર કેબિનેટમાંથી આપેલ રાજીનામું જાહેર કર્યુ

સમગ્ર મૂળમાં નવજોત કોર સિદ્વુનો લોકસભાની ટિકીટ મામલે કેપ્ટન પર ખુલ્લો હુમલો જવાબદાર

લોકસભાની ચૂંટણીઓ દરમિયાન પક્ષનાં નબળા પ્રદર્શન માટે ઇરાદાપૂર્વક લક્ષ્યાંકિત કરવા માટે સિદ્વુને લક્ષ્ય બનાવામાં આવ્યા હતા. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીમાં સિધુની પત્ની નવજોત કૌરની પાસેથી, તેની બેઠક ઝુટવી ટિકિટ ન આપતા, કેપ્ટનનાં પત્નિને તે સીટ ફાળવાતા કોરો દ્વારા ખુલ્લી રીતે કેપ્ટન સામે નારાજગી વ્યક્ત કરવામા આવી હતી. સિદ્ધુએ પણ તેને ટેકો આપ્યો હતો આ

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરેની સિદ્વુ પર ગુગલી

Navjot Singh Sidhu meets Pakistan Army Chief General અંતે, નવજોતસિંહ સિદ્ધુએ અમરિંદર કેબિનેટમાંથી આપેલ રાજીનામું જાહેર કર્યુ

મુખ્યમંત્રી અમરિંદરે કહ્યું હતું કે સિદ્ધુ મહત્વાકાંક્ષી છે, તેમને લાગે છે કે કદાચ મુખ્ય પ્રધાન બનવાની છે. તો સાથે કેપ્ટન દ્વારા નવોજત સિદ્ધુ, પાકિસ્તાન ગયા ત્યારે કમાન્ડર જાવેદ બઝવાના ગળે મળવાનાં મામલે પર નિશાન તાકવામા આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.