Not Set/ ઓવરટાઈમ કરવા બદલ અપાયેલું પેમેન્ટ પાછું માંગી રહી છે એસબીઆઈ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ  70 હજાર કર્મચારીઓ પાસેથી નોટબંધી દરમિયાન ઓવરટાઈમના રૂપે આપવામાં આવેલી રકમ પાછી આપવાનું કહ્યું છે. આ 70 હજાર કર્મચારીઓ એ પાંચ બેંકોના છે જેનો વિલય એસબીઆઈમાં થઇ ચુક્યો છે. જોકે, એસબીઆઈ નું કહેવાનું છે કે એમણે જયારે ઓવરટાઈમ પેમેન્ટની વાત કરી ત્યારે આ બેંકોનો વિલય થયો નહતો. મીડિયા […]

Top Stories India Business
sbi state bank of india ઓવરટાઈમ કરવા બદલ અપાયેલું પેમેન્ટ પાછું માંગી રહી છે એસબીઆઈ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ  70 હજાર કર્મચારીઓ પાસેથી નોટબંધી દરમિયાન ઓવરટાઈમના રૂપે આપવામાં આવેલી રકમ પાછી આપવાનું કહ્યું છે. આ 70 હજાર કર્મચારીઓ એ પાંચ બેંકોના છે જેનો વિલય એસબીઆઈમાં થઇ ચુક્યો છે. જોકે, એસબીઆઈ નું કહેવાનું છે કે એમણે જયારે ઓવરટાઈમ પેમેન્ટની વાત કરી ત્યારે આ બેંકોનો વિલય થયો નહતો.

Bank servives e1531826569182 ઓવરટાઈમ કરવા બદલ અપાયેલું પેમેન્ટ પાછું માંગી રહી છે એસબીઆઈ

મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય રહ્યું છે કે એસબીઆઇએ પોતાના આંતરિક સર્કયુલરમાં કહ્યું છે કે એ કર્મચારીઓ માટે ઓવરટાઈમ પેમેન્ટ નક્કી થયું હતું જે નોટબંધી સમયે એસબીઆઇની શાખાઓમાં કાર્યરત હતા. ધ્યાન રહે કે સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરનો એસબીઆઈમાં 1 એપ્રિલ 2017 વિલય થયો હતો. જયારે નોટબંધીનું એલાન 8 નવેમ્બર 2016 થયું હતું.

10money1 e1531826599959 ઓવરટાઈમ કરવા બદલ અપાયેલું પેમેન્ટ પાછું માંગી રહી છે એસબીઆઈ

એસબીઆઇએ 14 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016ની અવધિમાં સાંજે 7 વાગ્યા પછી પણ કામ કરવાવાળા બેંક કર્મચારીઓને એમના પદ અનુસાર માર્ચથી મેં 2017 વચ્ચે ઓવરટાઈમ કમ્પૅન્સેશન જાહેર કર્યું હતું. હવે જયારે પહેલાની સહાયક બેંકોના કર્મચારીઓને પૈસા પાછા આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ નારાજગી દર્શાવી રહ્યા છે. એમનું કહેવાનું છે કે પેમેન્ટ મળ્યાને એક વર્ષનો સમય થઇ ચુક્યો છે. જયારે ઓવરટાઈમ માટે કર્મચારીઓને પેમેન્ટ કરવાની વાત આવી તો એસબીઆઈ એમની જવાબદારી માંથી છટકી રહ્યું છે.