Not Set/ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસા પહોંચ્યા દિલ્હી, રિપબ્લિક ડે પર મુખ્ય અતિથિ તરીકે રહેશે હાજર

નવી દિલ્હી, ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી ખાતે ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા ખાસ પરેડ યોજવામાં આવશે. સાથે સાથે દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા ટેબ્લો પણ આ સમારોહ દરમિયાન રાજઘાટ પરથી પસાર થવાના છે. President of South Africa Cyril Ramaphosa arrives in Delhi. He will be the […]

Top Stories India Trending
south africa president દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસા પહોંચ્યા દિલ્હી, રિપબ્લિક ડે પર મુખ્ય અતિથિ તરીકે રહેશે હાજર

નવી દિલ્હી,

૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી ખાતે ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા ખાસ પરેડ યોજવામાં આવશે. સાથે સાથે દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા ટેબ્લો પણ આ સમારોહ દરમિયાન રાજઘાટ પરથી પસાર થવાના છે.

આ ખાસ આયોજનમાં દર વર્ષની જેમ દુનિયાના કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી અચૂક હાજર રહેતા હોય છે, ત્યારે આ વર્ષે મુખ્ય અથિતિ તરીકે હાજર રહેવા માટે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા રાજધાની દિલ્હી પહોંચી ચુક્યા છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ઉપરાંત આ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભવોની હાજરી આપશે.

સુરક્ષાને લઇ દિલ્હી ફેરવાયું છાવણીમાં

પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ત્રાસવાદી હુમલાની દહેશતના કારણે દિલ્હી પોલીસના ૨૫,૦૦૦૦ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે.

DxrNL7uV4AAn3jY e1548332052181 દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસા પહોંચ્યા દિલ્હી, રિપબ્લિક ડે પર મુખ્ય અતિથિ તરીકે રહેશે હાજર
national-president of South Africa Cyril Ramaphosa arrives in Delhi present chief guest at the Republic Day parade

પોલીસે સુત્રોના કહેવા ૪૯૦૦૦ કુલ સુરક્ષા જવાનો પૈકી અર્લશ્કરી દળના ૧૫૦૦૦ અને દિલ્હી પોલીસના ૨૫૦૦૦ જવાનો ગોઠવાશે. આવતીકાલે સવારે પાંચ વાગ્યાની તમામની તૈનાતી કરી દેવામાં આવનાર છે.

સેન્ટ્રલ, નોર્થ અને નવી દિલ્હી ડ્રિસ્ટ્રીક્ટમાં ૨૦,૦૦૦ જવાનો રહેશે. વિજય ચોકથી શરૂ કરીને રાસસિના હિલ ટોપ સુધી પરેડ રૂટ પર નજર રાખવા માટે આશરે ૧૫૦૦૦ સીસીટીવી રહેશે. પરેડ સવારે ૯.૫૦ વાગે શરૂ કરાશે. પરેડ ૯૦ મિનિટ સુધી ચાલનાર છે.  રાજપથના ત્રણ કિલોમીટર લાંબા પટ્ટાને પરેડના મુખ્ય સ્થળ તરીકે જાવામાં આવે છે. અહી ૨૫૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવનાર છે. દરેક ૧૮ મીટરે એક કેમેરા ગોઠવી દેવામાં આવનાર છે.

delhi 3925450 835x547 m દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસા પહોંચ્યા દિલ્હી, રિપબ્લિક ડે પર મુખ્ય અતિથિ તરીકે રહેશે હાજર
national-president of South Africa Cyril Ramaphosa arrives in Delhi present chief guest at the Republic Day parade

નવી દિલ્હીમાં કેટલાક મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકને આજથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં ટ્રાફિક પરેડ પુરી થશે ત્યાં સુધી બંધ રહેશે. સાદા વસ્ત્રોમાં પણ જવાનો તૈનાત રહેશે.