Destination Wedding/ એક વિવાહ એસા ભી…

ગુજરાતમાં પ્રેમિકાની જિદના લીધે હિમાચલ પ્રદેશમાં લાહૌલ સ્પિતિમાં માઇનસ 25 ડિગ્રી તાપમાનમાં ગુજરાતી દંપતીએ સાત ફેરા ફર્યા હતા. તેની સાથે જાનૈયાઓએ પણ માઇનસ 25 ડિગ્રી તાપમાનમાં લગ્નનો આનંદ ઠરતા-ઠરતા માણ્યો હતો.

Top Stories Trending
Beginners guide to 40 3 એક વિવાહ એસા ભી...

સ્પિતિઃ હાલમાં લગ્નની સીઝન ચાલુ છે ત્યારે લગ્નોમાં દરેક પ્રકારની થીમનો અને જાતજાતના ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ લોકોમાં વધ્યો છે. તેમા પણ પીએમ મોદીએ દેશમાં જ લોકોને લગ્ન કરવા અપીલ કરી હોવાથી લોકો દેશમાં જુદા-જુદા સ્થળોએ અલગ-અલગ થીમ પર લગ્ન કરીને પોતાના લગ્નના અનુભવને યાદગાર બનાવી રહ્યા છે. ગુજરાતમાં પ્રેમિકાની જિદના લીધે હિમાચલ પ્રદેશમાં લાહૌલ સ્પિતિમાં માઇનસ 25 ડિગ્રી તાપમાનમાં ગુજરાતી દંપતીએ સાત ફેરા ફર્યા હતા. તેની સાથે જાનૈયાઓએ પણ માઇનસ 25 ડિગ્રી તાપમાનમાં લગ્નનો આનંદ ઠરતા-ઠરતા માણ્યો હતો.

આ લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. ડેસ્ટિનેશન વેડિંગ તરીકે લગ્નની આ પ્રકારની થીમ પર પસંદ કરવા બદલ લોકો ગુજરાતી દંપતી પર ઓવારી ગયા છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના વધુને વધુ વિડીયો વાઇરલ થતાં જોવા મળી શકે છે. ડેસ્ટિનેશન વેડિંગ અને થીમ આધારિત વેડિંગની સંસ્કૃતિને નવયુવાનોએ લોકપ્રિય બનાવી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ