Not Set/ સલમાન ખાનની “ભારત”માં લાગ્યા 24 કટ્સ, 15 મિનીટ નાની થઇ ફિલ્મ

સેન્સર બોર્ડને તો સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માં કંઇ પણ વાંધાજનક લાગ્યું નથી અને તેઓ કોઈ પણ કટ લગાવ્યા વગર ફિલ્મને પાસ કરી દીધી, પરંતુ સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફરે મળી 24 કટ્સ લગાવી દીધા.લાગ્યાં. જણાવીએ કે સલમાનને લાગ્યું કે ફિલ્મ ખૂબ જ લાંબી થઈ રહી છે અને ક્યાંક દર્શકો બોર ણ થઇ જાય. […]

Top Stories Entertainment
aw 3 સલમાન ખાનની "ભારત"માં લાગ્યા 24 કટ્સ, 15 મિનીટ નાની થઇ ફિલ્મ

સેન્સર બોર્ડને તો સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માં કંઇ પણ વાંધાજનક લાગ્યું નથી અને તેઓ કોઈ પણ કટ લગાવ્યા વગર ફિલ્મને પાસ કરી દીધી, પરંતુ સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફરે મળી 24 કટ્સ લગાવી દીધા.લાગ્યાં.

જણાવીએ કે સલમાનને લાગ્યું કે ફિલ્મ ખૂબ જ લાંબી થઈ રહી છે અને ક્યાંક દર્શકો બોર ણ થઇ જાય. લાંબી ફિલ્મ હોવાથી એક દિવસ ચાલનારા શો ની સંખ્યા પણ ઓછી થશે જેની સીધી અસર બિઝનેસ પર થશે.

આ જ વાતને ધ્યાનમાં રાખીને, સલમાન અને અલીએ ફિલ્મને ટૂંકી કરી દીધી. 180 મિનિટની ફિલ્મ 165 મિનિટની થઈ ગઈ. એટલે કે સંપૂર્ણ 15 મિનિટની ફિલ્મ ટૂંકી કરી લીધી.

આ ઇદ પર રિલીઝ થવાનારી આ ફિલ્મમાં સલમાન સાથે કેટરિના કૈફ, દિશા પાટની, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર જેવા સ્ટાર્સ છે. દક્ષિણ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ ની આ હિન્દી રીમેક છે જેને ભારત નામક પાત્રના જીવનના સાત દાયકા દર્શાવવામાં આવ્યા છે. એટલો લાંબો સમય દર્શાવતાના કારણ જ ફિલ્મની લંબાઈ પણ વધી રહી હતી.