Bollywood/ શું સુષ્મિતા સેન અને રોહમન શોલનું થઈ ગયું બ્રેકઅપ? બોયફ્રેન્ડે છોડ્યું એક્ટ્રેસનું ઘર

સુષ્મિતા સેન  છેલ્લા કેટલાક સમયથી મોડલ રોહમન શોલને ડેટ કરી રહી હતી અને તેમનો સંબંધ બે વર્ષથી વધુ ચાલ્યો હતો.હવે તેમના સંબંધો સમાપ્ત…

Entertainment
સુષ્મિતા સેન

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન આ દિવસોમાં તેની વેબ સીરીઝ આર્યા 2ને લઈને ચર્ચામાં છે, જેને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. જો પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લા કેટલાક સમયથી તેની લવ લાઈફને લઈને ચર્ચામાં હતી, પરંતુ હવે લાગે છે કે તેની લવ લાઈફ સારી નથી ચાલી રહી.

આ પણ વાંચો :બડે અચ્છે લગતે હૈં’ ફેમ નકુલ મહેતા થયો કોરોના સંકર્મિત….

સુષ્મિતા સાથે રહેતો નથી રોહમન!

સુષ્મિતા સેન  છેલ્લા કેટલાક સમયથી મોડલ રોહમન શોલને ડેટ કરી રહી હતી અને તેમનો સંબંધ બે વર્ષથી વધુ ચાલ્યો હતો. પરંતુ સમાચાર મુજબ હવે તેમના સંબંધો સમાપ્ત થઈ ગયા છે. ETimes ના સમાચાર મુજબ, તેમના સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે. આટલું જ નહીં રોહમને સુષ્મિતાનું ઘર પણ છોડી દીધું છે અને હાલમાં તે તેના મિત્રના ઘરે રહે છે. એવું જાણવા મળે છે કે સુષ્મિતા અને રોહમનની ઉંમરમાં લગભગ 15 વર્ષનો તફાવત છે. સુષ્મિતા રોહમન કરતા 15 વર્ષ મોટી છે.

a 139 3 શું સુષ્મિતા સેન અને રોહમન શોલનું થઈ ગયું બ્રેકઅપ? બોયફ્રેન્ડે છોડ્યું એક્ટ્રેસનું ઘર

લગ્નના સવાલ પર રોહમને આપ્યો આ જવાબ

આ પહેલા ફેન્સ તેમના લગ્નના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં રોહનને તેના અને સુષ્મિતાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘સુષ્મિતા, તેની દીકરીઓ (રીને અને લિસા) અને હું એક પરિવાર જેવા છીએ. ક્યારેક હું તે બાળકોના પિતા જેવો છું, ક્યારેક હું તેમના મિત્ર જેવો છું અને ક્યારેક અમે લડીએ છીએ. અમે એક પરિવારની જેમ જીવીએ છીએ અને આનંદ કરીએ છીએ. એટલા માટે અમે આવા સવાલો પર ધ્યાન આપતા નથી કે તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો. જ્યારે અમે લગ્ન કરીશું, ત્યારે અમે તેને છુપાવીશું નહીં. અત્યારે અમે તેની વેબ સિરીઝની સફળતાનો આનંદ માણી રહ્યા છીએ. આગળ શું થશે તે વિચારીશું.

બ્રેકઅપની અફવાઓ અગાઉ પણ આવી હતી

આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં સુષ્મિતાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને નિષ્ક્રિય સંબંધોમાંથી બહાર આવવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેના અને રોહમનના બ્રેકઅપની અટકળો ચાલી રહી હતી પરંતુ બાદમાં બંને જાહેરમાં સાથે જોવા મળ્યા જેના કારણે તેમના બ્રેકઅપના સમાચાર પર પૂર્ણવિરામ મુકાયું.

Instagram will load in the frontend.

સુષ્મિતા બે દીકરીઓની છે માતા

જણાવી દઈએ કે સુષ્મિતા સેન 46 વર્ષની છે જ્યારે રોહમન 30 વર્ષનો છે. સુષ્મિતાને બે પુત્રીઓ છે, રીને અને લિસા, જેને અભિનેત્રીએ દત્તક લીધી હતી. સુષ્મિતાએ વર્ષ 2000માં રિન્નીને દત્તક લીધી હતી જ્યારે તે પોતે માત્ર 24 વર્ષની હતી. આ પછી, તેણે વર્ષ 2010 માં બીજી પુત્રી એલિસાને દત્તક લીધી.

આ પણ વાંચો :પોલીસ સ્ટેશન પહોંચી કંગના રનૌત, શીખ વિરોધી પોસ્ટ કેસમાં નોંધાશે નિવેદન

આ પણ વાંચો :આ અભિનેત્રી પોતાના રિલેશનશિપની વાત સોશિયલ મીડિયા પર ખુલીને કરી..

આ પણ વાંચો :અનુષ્કા શર્મા, કરીના કપૂરથી લઈને પ્રીતિ ઝિન્ટા સુધી, આ સેલેબ્સ આ વર્ષે બની માતા