@ભાવેશ રાજપૂત, અમદાવાદ
8મી માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે. ત્યારે અમદાવાદમાં આજનાં દિવસે અલગ અલગ જગ્યાઓએ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં અંધજન મંડળ સંસ્થામાં પણ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ હતી. સ્ત્રી ઉત્કર્ષ સમિતિની બહેનોની સાથે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટે સમગ્ર આયોજન કર્યુ હતુ. જે કાર્યક્રમમાં અમદાવાદ પોલીસનાં ઝોન-1નાં ડીસીપી રવિન્દ્ર પટેલ તેમજ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 9માં વર્ષે વીશ્વ મહીલા દીવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે ટ્રસ્ટ દ્વારા અંધજન મંડળની મહિલાઓ સાથે આ દિવસની ઉજવણી કરવાનો સંકલ્પ લીધો હતો. મહિલાઓએ ભેગા મળીને કેક કાપીને, અવનવી ગેમ રમીને તેમજ ગરબા રમીને મહિલા દિવસ ઉજવ્યો હતો.