Not Set/ અમદાવાદ/ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતાં આ પેટ્રોલ પંપને કરાયો સીલ

  અમદાવાદ ગ્રામ્ય SOG ને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણ કરતાં અને પેટ્રોલ પંપ ચલાવતાં હોવાની માહિતી મળી હતી.  જેના આધારે અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા પાડી  બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં કણભા હાઇવે પાસે આવેલા માધવ પેટ્રોલ પમ્પ પરથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા બાયોડીઝલ પ્રવાહીનો કુલ ૧૭ […]

Ahmedabad Gujarat
073d05218bee8ce5e1cc53d4e281ad55 અમદાવાદ/ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતાં આ પેટ્રોલ પંપને કરાયો સીલ
073d05218bee8ce5e1cc53d4e281ad55 અમદાવાદ/ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતાં આ પેટ્રોલ પંપને કરાયો સીલ 

અમદાવાદ ગ્રામ્ય SOG ને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણ કરતાં અને પેટ્રોલ પંપ ચલાવતાં હોવાની માહિતી મળી હતી.  જેના આધારે અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા પાડી  બે આરોપીઓની ધરપકડ કરી છે.

જેમાં કણભા હાઇવે પાસે આવેલા માધવ પેટ્રોલ પમ્પ પરથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા બાયોડીઝલ પ્રવાહીનો કુલ ૧૭ હજાર લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર બાયો ડીઝલની કિંમત રૂપિયા 10 લાખ 71 હજાર થતી હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સ્થળ પરથી પોલીસે ઝડતી દરમિયાન રૂપિયા અઢી લાખનો ફ્યુઅલ તથા અન્ય સામગ્રી મળી ને કુલ 13 લાખ, ૨૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલ ના મુદ્દામાલ સાથે પકડાયેલા બંને આરોપી સિવાય અને કોણ કોણ સામેલ છે તે જાણવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

વિશાલ મહેતા,  મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.