હિંસા/ જમાલપુરમાં રિક્ષા પાર્ક કરવા મુદ્દે જીવલેણ હુમલો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

જમાલપુર માં રિક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય બોલાચાલીમાં છરીઓ ઉછળી હતી. જેમાં બે વ્યક્તિઓને છરી વાગતા તેમને વાસણા ખાતેના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સબ્બિર હુસેન મોદન નામની વ્યક્તિએ ગાયકવાડ […]

Ahmedabad Gujarat
crime 222 જમાલપુરમાં રિક્ષા પાર્ક કરવા મુદ્દે જીવલેણ હુમલો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

જમાલપુર માં રિક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય બોલાચાલીમાં છરીઓ ઉછળી હતી. જેમાં બે વ્યક્તિઓને છરી વાગતા તેમને વાસણા ખાતેના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સબ્બિર હુસેન મોદન નામની વ્યક્તિએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે , તેઓ રિક્ષા લે વેચનો ધંધો કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ગઈ કાલે તેઓ એક રિક્ષા લઈને આવ્યા હતા. અને તેમણે કાંચની મસ્જિદ પાસેના લેબર કવોટરસ પાસેના જાહેર રોડ ઉપર પાર્ક કરી હતી. ત્યારે સાજીદ સૈયદ ત્યાં આવ્યો હતો અને રિક્ષા અહીંયા કેમ પાર્ક કરી છે તે બાબતે ફરિયાદી જોડે માથાકૂટ કરી હતી. બંને વચ્ચે માથાકુટ એ પાછળથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આરોપીએ પોતાના પાસે રહેલી ધારધાર છરીને ફરિયાદીની ઉપર જોરદાર પ્રહાર સાથે એક પછી એક મારવાનું શરૂ કરી દીધું હતું.

શબ્બીર ભાઈને શરીરના ભાગે બેથી ત્રણ ઘા છરીના વાગી જતા તેઓએ જોર જોરથી બૂમો પાડીને લોકોને એકત્ર કરતા ફરિયાદીના સાસુ પણ ત્યાં દોડી આવ્યા હતા. આરોપીએ પોતાના ગુસ્સા પર એટલો કાબૂ ગુમાવી દીધો હતો કે તેણે ફરિયાદીના સાસુની છાતી ઉપર પણ છરી મારી દીધી હતી.

એટલુંજ નહિ આરોપી સાજીદ સૈયદની બહેન અને તેમની માતા પણ ઘટનાસ્થળે દોડી આવતા તેમણે પણ ફરિયાદી અને તેમની સાસુને માર મારવાનું શરૂ કરી દેતા આસપાસના હાજર લોકોએ ઝઘડાનું અંત લાવવા માટે વચ્ચે પડીને બધાને એક બીજાથી દૂર કરાવ્યા બાદ લોહી લુહાણ બનેલા ફરિયાદી અને તેમના સાસુને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે સાજીદ સૈયદ, તેમની બહેન સના સૈયદ, અને તેમની માતા મુમતાઝ સૈયદ સામે જીવલેણ હુમલો કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.