Anand-Heavyrain/ ત્રણ ઇંચ વરસાદમાં આણંદના માર્ગો બન્યા જળમાર્ગ

આણંદમાં મોડીરાતથી શરૂ થયેલા વરસાદ ત્રણ ઇંચ જેટલો પડી ચૂક્યો છે. ત્રણ ઇંચ વરસાદમાં જ આણંદના રસ્તાઓ જાણે જળમાર્ગ હોય તેવા બન્યા હતા. તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાય રહેણાક વિસ્તારોની સાથે કેટલાય કોમર્સિયલ કોમ્પ્લેક્સિસમાં પણ પાણી ભરાયા છે.

Top Stories Gujarat
Rain Gujarat 3 ત્રણ ઇંચ વરસાદમાં આણંદના માર્ગો બન્યા જળમાર્ગ

આણંદમાં મોડીરાતથી શરૂ થયેલા Anand-Heavyrain વરસાદ ત્રણ ઇંચ જેટલો પડી ચૂક્યો છે. ત્રણ ઇંચ વરસાદમાં જ આણંદના રસ્તાઓ જાણે જળમાર્ગ હોય તેવા બન્યા હતા. તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાય રહેણાક વિસ્તારોની સાથે કેટલાય કોમર્સિયલ કોમ્પ્લેક્સિસમાં પણ પાણી ભરાયા છે.

આણંદમાં વરસાદ શરૂ થયા બાદ માત્ર Anand-Heavyrain ચાર કલાકમાં જ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ ખંભાતમાં 5 ઈંચ વરસાદ થયો છે.

તારાપુરમાં 3 ઈંચ, પેટલાદમાં 2.5 ઈંચ, આંકલાવમાં 1.7 ઈંચ, આંકલાવમાં 1 ઈંચ વરસાદ થયો છે. આણંદમાં Anand-Heavyrain ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી હતી.

આણંદમાં ભારે વરસાદથી શહેરના માર્ગો પાણીમાં Anand-Heavyrain ગરકાવ થઈ ગયા છે. આણંદ ડીએસપી કચેરીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. શહેરના આણંદ બિધાનનગર રોડ, શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર રોડ, ભાલેજ રોડની વિવિધ સોસાયટીઓ, લક્ષ્મી સિનેમા, ગામડીવાડ, રાજમહેલ રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે માર્ગો પર નદી જેવો નજારો સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આણંદમાં વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

 

આ પણ વાંચોઃ Gujarat High Court/ ગુજરાત નવા ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ

આ પણ વાંચોઃ Nadiad Rain/ નડિયાદમાં કાર ગરનાળામાં ફસાઈઃ છત પર બેઠેલો ડ્રાઇવર માંડ-માંડ બચ્યો

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Heavy Rain/ કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્તઃ બિહારમાં વીજળી પડતા 15થી વધુના મોત

આ પણ વાંચોઃ Mexico Accident/ મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 29ના મોત