Jamnagar/ જામનગર પંથકમાં રાસાયણિક ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો

જામનગરમાં રાસાયણિક ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો. જામનગર પંથકમાં આ રાસાયાણિક ખાતર ગેરકાયદેસર રીતે ફેકટરીઓમાં વેચવામાં આવતું હતું. આ મામલે પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 20T135045.958 જામનગર પંથકમાં રાસાયણિક ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો

જામનગરમાં રાસાયણિક ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો. જામનગર પંથકમાં આ રાસાયાણિક ખાતર ગેરકાયદેસર રીતે ફેકટરીઓમાં વેચવામાં આવતું હતું. આ મામલે પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. રાસાયણિક ખાતર કારખાનામાં બનાવવામાં આવતું હતું. તેના બાદ ફેક્ટરીઓમાં વેચાતું હતું. આ મામલો સામે આવતા કારખાના માલિકે પિતા- પુત્ર દેવજી મંગે અને દિપેશ મંગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી.

મોટાભાગે રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેતીમાં થતો હોય છે. આજકાલ ખેતી કરવી બહુ મોંઘી થઈ છે. ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરની બજારમાં અનેક વખત અછત જોવા મળી. સરકારે ખાતરનો આ ગેરકાયદેસર વપરાશ અટકાવવા આજથી કેટલાંક વર્ષો પહેલાં રાસાયણિક ખાતરના ઉત્પાદનના તબક્કે જ ખાતરને નીમ કોટેડ બનાવવાનું શરૂ કર્યુ છતાં બજારમાં રાસાયણિક ખાતરની અછત જોવા મળતી હોય છે. હાલમાં રાસાયણિક ખાતરના કાળા બજાર થતા હોવાનું સામે આવ્યું. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં આ દૂષણ અને કૌભાંડ ચાલતાં રહે છે.

રાસાયણિક ખાતારનો ગેરકાયદેસર રીતે વેપાર મામલે નાયબ ખેતી નિયામક કચેરીના ડી.એમ.પાનસુરીયાએ જામનગરના જ બે શખ્સો (પિતાપુત્ર) વિરુદ્ધ ખાતર મામલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જામનગરમાં લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામના ઔદ્યોગિક એકમમાં સરકારી કવોટાના એટલે કે નીમ કોટેડ રાસાયણિક ખાતર બનતું હોવાની જાગૃત નાગરિક દ્વારા ખેતી નિયામક કચેરીને રજૂઆત કરી હતી. ત્યારબાદ કચેરીએ આ ઔદ્યોગિક એકમ પર દરોડા પાડી ખાતરના નમૂના લીધા. જેમાં રીપોર્ટમાં સાબિત થયું કે ખાતરનો આ જથ્થો સરકારી કવોટાના નીમ કોટેડ ખાતરનો જ છે.

આ રિપોર્ટ અને લેખિત રજૂઆતના આધારે ખેતી નિયામક કચેરીના ડી.એમ.પાનસુરીયાએ જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં વસવાટ કરતાં, લક્ષ્મી એન્ટરપ્રાઈઝ ચલાવતાં પિતાપુત્ર દેવજી હીરજીભાઈ મંગે (63) અને દિપેશ દેવજી મંગે (35) વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ ખાતર નિયંત્રણ હુકમ 1985ના ખંડ 25(1)ની જોગવાઈના ભંગ બદલ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 ના ભંગ બદલ તથા તે જ કાયદાની કલમ 7(1)(A),(2) મુજબ દાખલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે