PM સન્માન નિધિ/ ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ, PM સન્માન નિધિ હેઠળ મળશે 12 હજાર રૂપિયા

કેન્દ્ર સરકાર ખેડૂતોને કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ આપવા જઈ રહી છે. PM સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને હવે 12 હજાર રૂપિયા મળતા આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

Top Stories India
Mantay 32 1 ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ, PM સન્માન નિધિ હેઠળ મળશે 12 હજાર રૂપિયા

ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. જે અંતર્ગત PM સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હવે 12 હજાર રૂપિયા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતો રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે. કેન્દ્ર સરકાર સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમને વધારીને 12,000 રૂપિયા કરી શકે છે.  જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ સન્માન નિધિની રકમ 8000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવી શકે.

 કેન્દ્ર સરકાર 2000 રૂપિયાના 4 સરળ હપ્તા અથવા 3000 રૂપિયાના ત્રણ હપ્તાઓ દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. આગામી બજેટ મહિલા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બજેટમાં દેશના મહિલા ખેડૂતોની આવકમાં વધારો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમને વધારીને 12,000 રૂપિયા કરી શકે છે.

મહિલા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિમાં વધારો કરવાથી મહિલાઓને મોટો આર્થિક ટેકો મળશે. તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે. જો કે આ મામલે બજેટ પહેલા કૃષિ મંત્રાલય અને નાણા મંત્રાલયે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોની લાભાર્થી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેના બાદ પીએમ કિસાન સન્માન નિધિનો પહેલો હપ્તો માર્ચ 2019માં બહાર પાડવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં, સરકારે 15 હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં 2.8 લાખ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે. દેશમાં 26 કરોડ ખેડૂતો છે. જ્યારે દેશના 11 કરોડ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેવામાં મહિલા ખેડૂતોને કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરતા કેન્દ્રની ભાજપ સરકારને આગામી ચૂંટણીમાં મોટો લાભ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…