Not Set/ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીની જીભ લપસી, કહ્યું, “આટલા મોટા દેશમાં રેપનીની એક-બે ઘટનાઓ બની જાય છે”

બરેલી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની દર્દનાક ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ, સુરતની પાંડેસરા કે પછી ઈન્દોરની માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપની ઘટના હોય. આ તમામ ઘટનાઓના કારણે દેશભરના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ વર્તમાન મોદી સરકારમાં એક મંત્રીએ આ ઘટનાઓને લઇ એક […]

Top Stories India
જ્ગબ્જ્ખ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીની જીભ લપસી, કહ્યું, "આટલા મોટા દેશમાં રેપનીની એક-બે ઘટનાઓ બની જાય છે"

બરેલી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની દર્દનાક ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ, સુરતની પાંડેસરા કે પછી ઈન્દોરની માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપની ઘટના હોય. આ તમામ ઘટનાઓના કારણે દેશભરના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ વર્તમાન મોદી સરકારમાં એક મંત્રીએ આ ઘટનાઓને લઇ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

મોદી સરકારમાં કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે રેપની ઘટનાઓ અંગે જણાવતા કહ્યું, “આટલા મોટા દેશમાં બળત્કારની એક-બે ઘટનાઓ બની જાય ત્યારે આ વાતને જાહેર ન કરવી જોઈએ”.

કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે શનિવારે બરેલીમાં આ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, “આ ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ હોય છે, પરંતુ તેને કેટલીક વાર રોકી શકાતી નથી. સરકાર દરેક જગ્યાએ સક્રિય છે, કાર્યવાહી પણ કરી રહી છે. પરંતુ જયારે આટલા મોટા દેશમાં રેપની એક-બે ઘટનાઓ બની જાય ત્યારે આ વાતને જાહેર ન કરવી જોઈએ”.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય શ્રમ મંત્રી આ વિવાદાસ્પદ નિવેદન ત્યારે આવ્યું છે જયારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરતા ૧૨ વર્ષથી બાળકી સાથેની રેપની ઘટનાઓના આરોપીને મોતની સજા ફટકારવા માટેના પ્રસ્તાવને મંજુરી આપી છે.

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટેની મંજુરી  આપ્યા બાદ હવે ૧૨ વર્ષની નાની વયની બાળકીઓના રેપના આરોપીઓને મોતની સજા ફટકારવા માટે વટહુકમ લાવવામાં આવશે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથેની ગેંગરેપ અને હત્યાની ઘટના તેમજ ઉત્તરપ્રદેશના ઉન્નાવ રેપની ઘટનાઓમાં ભાજપના નેતાઓની સંડોવણી બાદ વર્તમાન મોદી સરકાર વિરુધ અ આરોપીઓને સખ્ત સજા ફટકારવા માટે દેશભરમાં વિપક્ષી પાર્ટીઓની સાથે સાથે લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે હવે કેન્દ્રીય શ્રમ મંત્રી આ વિવાદાસ્પદ નિવેદન બાદ પાર્ટી માટે અગામી સમય કપરો બની શકે છે.