Dr vaishali joshi suicide case/ ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં પરિવારજનોનો પોલીસ કાર્યવાહી સામે આક્ષેપ

હજીસુધી પી.આઈ ખાચરની ધરપકડ ન થતા સંબંધીઓમાં રોષ

Gujarat Top Stories
Beginners guide to 29 1 ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં પરિવારજનોનો પોલીસ કાર્યવાહી સામે આક્ષેપ

 

Gujarat News :અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ડો.વૈશાલી જોષીના ચકચારભર્યા આપઘાત કેસમાં હજીસુધી પી.આઈ.ખાચરની ધરપકડ થઈ નથી. જેને લઈને મૃતકના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાયેલી છે. પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી દીધી છે છતા પીઆઈ ખાચરની ધરપકડ ન થતા પોલીસની કાયવાહી સામે તેમણે અનેક આક્ષેપો કર્યા છે.

આ કેસની વિગત મુજબ ડો.વૈશાલી જોષીએ 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ હતી. તે સમયે ડો.વૈસાલી જોષીની ક્રાઈમ બ્રાંચમાં સતત અવરજવર હતી જેનું કારણ આર્થિક ગુના શાખાના પીઆ બી.કે.ખાચર હોવાનું બહાર આવતા આ કેસમાં નવો જ વળાંક આવ્યો હતો.

તે સિવાય તપાસ દરમિયાન વૈશાલીની સ્યુસાઈડ નોટમાં તેની આત્મહત્યાનું કારણ પણ બહાર આવ્યું હતું. પીઆ ખાચર અને વૈશાલી પાંચ વર્ષથી રિલેશનશીપમાં હતા. જોકે કેટલાક વિવાદોને પગલે પીઆ ખાચર વૈશાલીની અવગણના કરવા લાગ્યા હતા. આત્મહત્યાના પાંચેક દિવસથી વૈશાલી ખાચરને મળવા ક્રાઈમ બ્રાંચ પરિસર ખાતે આવતી હતી. જોકે ખાચરે મળવાનો ઈન્કાર કરતા હતાશ ડો.વૈશાલીએ ક્રાઈમ બ્રાંચના બાંકડા પર જ પગમાં ઈંદેક્શન લગાવીને જીવન ટુંકાવી દીધું હતું.

સ્યુસાઈડ નોટમાં વૈશાલીએ કહ્યું હતું કે તેને ભાવનાત્મક રીતે રમાડવામાં આવી રહી હતી. જે પગલા તે લઈ રહી છે તેની જવાબદારી પીઆઈ ખાચરની છે. મારા મૃત્યુ બાદ ખાચર મારા અંતિમ સંસ્કાર કરે તેવી મારી અંતિમ ઈચ્છા હોવાનું વૈશાલીએ વધુમાં લખ્યું હતું.

તે સમયે એસીપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પીઆ ખાચર ફરાર થી ગયા છે અને વૈશાલીને મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. તેના પરિવારજનો ફરિયાદ નોંધાવશે તો ખાચર સામે તપાસ શરૂ કરવામાં આવશે.

બાદમાં વૈશૈલીના પરિવારજનોએ પીઆઈ ખાચર સામે ફરિયાદ નોંધાવી હતી. તેમછતા ખાચરની ધરપકડ ન થતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ