Rajkot Collector/ રાજકોટમાં રૂ.10 નો સિક્કો ન સ્વીકારાતા કલેક્ટરે બહાર પાડ્યું ફરમાન

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

Gujarat Rajkot
Beginners guide to 2024 05 22T164606.968 રાજકોટમાં રૂ.10 નો સિક્કો ન સ્વીકારાતા કલેક્ટરે બહાર પાડ્યું ફરમાન

 

Gujarat News : રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી  રૂ. ૧૦ નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ખાસ ઉપયોગ કરાતો નથી. બીજીતરફ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને રૂ. ૧૦ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
જેમાં કલેકટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂપિયા દસનો સિક્કો ભારત સરકાર અને આર.બી.આઈ. (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે. જેનો વ્યવહાર કાયદેસર છે. જેથી કરીને લોકો, વ્યાપારીઓ નિઃસંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે તેમજ બેન્ક પણ રૂ. ૧૦ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ બેંકોમાં રૂ. ૧૦ના સિક્કા જમા કરાવી શકાય છે તેમ કલેકટરએ લોકોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતું.

આ બાબતે કલેકકટરે સંપૂર્ણ સહકાર આપવા બેન્કના અધિકારીઓને જણાવ્યું હતું. બેન્કના અધિકારીઓના જણાવ્યા મુજબ રૂ. ૧૦ના સિક્કા બેન્ક દ્વારા હાલ ચલણમાં છે જ તેમ જ વ્યાપારી બેન્કોમા રૂ. ૧૦ના સિક્કા જમા કરાવી શકે છે.રૂ. ૧૦નો સિક્કો વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં આવતાં છુટ્ટા રૂપિયાની સમસ્યા પણ હલ થઈ જશે તેમ કલેકટરે કહ્યું હતું. ઉપરાંત રૂ. ૧૦ ના સિક્કાનું સર્ક્યુલેશન વધે તેના માટે લોકોને રોજીંદા વ્યવહારમાં તેનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે.

રૂ. ૧૦નો સિક્કો કાયદેસરનું ચલણ – રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા કલેકટર પ્રભવ જોશીએ અપીલ કરી હતી. વ્યાપારીઓને શોપ પર રૂ. ૧૦ના સિક્કા સ્વીકારીએ છીએ તે પ્રકારે સ્ટીકર લગાવવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત તમામ વેપારીઓ બેન્કોમા રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકે છે અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે.એમ તેમણે કહ્યું હતું.

તે સિવાય પાંચ રૂપિયાની નોટ પણ કોઈ સ્વીકારતું નથી તો તેનું પણ બોર્ડ લગાવવું જરૂરી છે અને દરેક લોકો પાંચ રૂપિયાની નોટ સ્વીકારે તે સૂચના આપવી જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચારધામ યાત્રાએ તોડ્યા તમામ રેકોર્ડ, હરિદ્વારમાં 60 હજાર શ્રદ્ધાળુઓ રોકાયા, એક માર્ગે ભીડ ઘટી

આ પણ વાંચો:કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો અસાધારણ નિર્ણય, સગીર આરોપીને ના આપ્યા જામીન, 14વર્ષની કલાસમેટનો બનાવ્યો હતો અશ્લીલ વીડિયો