TRP ગેમિંગઝોન અગ્નિકાંડ/ રાજકોટ TRP ગેમિંગઝોન અગ્નિકાંડમાં 6 વ્યકિતઓ સામે નોંધાયો ગુનો

રાજકોટ શહેરમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ મામલે મોટા ખુલાસા થયાં હોવાનું  સામે આવ્યું છે. તપાસ કરતા જાણવા મળ્યું  કે, ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 05 26T124800.209 રાજકોટ TRP ગેમિંગઝોન અગ્નિકાંડમાં 6 વ્યકિતઓ સામે નોંધાયો ગુનો

રાજકોટ શહેરમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ મામલે મોટા ખુલાસા થયાં હોવાનું  સામે આવ્યું છે. તપાસ કરતા જાણવા મળ્યું  કે, ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ત્યારે આ કાળમુખો શનિવાર ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ બની ગયો છે.શનિવાર સાંજ જાણે કાલ લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક 35ને પાર પહોંચી ગયો છે.

માહિતી અનુસાર આ કૃત્યના કારણે આરોપી સામે આઇપીસી કલમ 304 હેઠળ ગુનો નોંધી સકાય છે. અને તેમાં દસ વર્ષ કેદની સજાની જોગવાઇ છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસમાં IPC 304, 308, 337, 338 અને 114 ની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. હવે તાલુકા પોલીસ આરોપીઓની વિધિવત ધરપકડ કરશે.

31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જેમાં 20 વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ બગડા ગુમ છે. તેમજ કલ્પેશ પ્રવિણભાઈ બગડા મૂળ સાવરકુંડલાનો વતની છે. ઘટના બનતા મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નથી. તેમજ ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી હાજર જ હતો. તેમાં દોડવવામાં આવતી રેસિંગ કાર પણ જીવતા બોમ્બ બની છે. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રખાઈ હતી. અહીં પેટ્રોલની ટાંકીઓ ભરેલી કાર હજુ પણ પડી છે. ગેમઝોનમાં 2000 લિટર ડીઝલ, 1500 લિટર પેટ્રોલ હતું.

જે કોઈ વ્યક્તિ એટલી ઉતાવળથી અથવા બેદરકારીથી કોઈપણ કૃત્ય કરીને માનવ જીવન અથવા કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે છે તે રીતે કોઈ વ્યક્તિને ગંભીર નુકસાન પહોંચાડે છે, તેને બે વર્ષ સુધીની મુદતની કેદ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે.

જ્યારે પણ કોઈ વ્યક્તિ તેની ગેરહાજરીમાં ઉશ્કેરણી કરનાર તરીકે સજાપાત્ર હોય, અને તે ઉશ્કેરણીનાં પરિણામે આચરવામાં આવેલા ગુના/કૃત્ય સમયે હાજર રહેવા બદલ શિક્ષાને પાત્ર હોય, ત્યારે તેને ગણવામાં આવશે. આવું કૃત્ય કર્યું છે અથવા ગુનો કર્યો છે.

જે કોઈ વ્યક્તિ માનવ જીવન અથવા કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેટલી ઉતાવળથી અથવા બેદરકારીથી કોઈપણ કૃત્ય દ્વારા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે, તો તેને કોઈપણ એક સમયગાળા મુજબ કેદની સજા કરવામાં આવશે જે મુદત સુધી લંબાઈ શકે છે. છ મહિના સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ સમયગાળાની કેદ અથવા પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ

આ પણ વાંચો: TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા 24 જીવતા ભૂંજાયા

આ પણ વાંચો: ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ