Breaking News/ રાજકોટ અગ્નિકાંડમાં ભરાવતા હતા મોતનું ફોર્મ…..દુર્ઘટના સર્જાય તો જવાબદાર પોતે જ…….

રાજકોટ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો થયો છે. જાણવા મળી રહ્યું છે કે, ગેમઝોનના માલિકો પહેલાથી લોકો પાસે મૃત્યુનું ફોર્મ ભરાવતા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News
YouTube Thumbnail 2024 05 26T121542.664 રાજકોટ અગ્નિકાંડમાં ભરાવતા હતા મોતનું ફોર્મ.....દુર્ઘટના સર્જાય તો જવાબદાર પોતે જ.......

Rajkot News: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો થયો છે. જાણવા મળી રહ્યું છે કે, ગેમઝોનના માલિકો પહેલાથી લોકો પાસે મૃત્યુનું ફોર્મ ભરાવતા હતા. ગેમિંગ ઝોનમાં આવનારા લેખિત પાસેથી બાંહેધરી લઈ લેવાતી હતી કે, કે કોઈપણ ઘટના કે કંઈપણ બને, ગેમિંગ ઝોન સંચાલકોની કોઈ જવાબદારી નહીં રહે.

આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં.તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સની રહેશે નહીં. પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા.

WhatsApp Image 2024 05 26 at 12.43.31 રાજકોટ અગ્નિકાંડમાં ભરાવતા હતા મોતનું ફોર્મ.....દુર્ઘટના સર્જાય તો જવાબદાર પોતે જ.......

રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ipcની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.

આ દુર્ઘટના સામે આવ્યા બાદથી રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. ગેમ ઝોનના માલિક સહિત અત્યાર સુધી કુલ 10 જેટલાં લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના બાદથી ગેમ ઝોનનો લગભગ 40 જેટલો સ્ટાફ રફુચક્કર થઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે લગભગ 5 કિ.મી. દૂરથી પણ જોઈ શકાતી હતી.

માહિતી અનુસાર આગ એટલી ભીષણ હતી કે માત્ર 30 સેકન્ડમાં જ ગેમ ઝોન આગમાં લપેટાઈ ગયું હતું જેના કારણે તેમાં હાજર બાળકો અને બીજા લોકોને પોતાનો જીવ બચાવવાની તક જ ના મળી. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની તપાસ કરાવવા એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. મૃતકાંક હજુ વધી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં આ વખતે પ્રવેશ વખતે થશે ધાંધિયા, વિદ્યાર્થીઓ હેરાનગતિની તૈયારી રાખે

આ પણ વાંચો: ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ

આ પણ વાંચો: ધોમધખતા તાપની અસર બ્લડ બેન્કો પર પણ વર્તાઈ, લોહીનો પુરવઠો ‘સૂકાયો’