Health Tips/ જો આ વસ્તુને ગરમ કરીને ફરી ઉપયોગમાં લ્યો છો, તો ચેતી જજો..

કાચા ચોખામાં કેટલાક કીટાણું રહેલા હોય છે. જે રાંધવાથી નષ્ટ પામે છે. જેવા ભાત ઠંડા પડે છે તેવું તેમાં પાછા કીટાણું થઇ જાય છે અને આ ભાત બીજી વાર ગરમ કરવાથી તે મરતા નથી.

Health & Fitness Lifestyle
ગરમ કરીને

સામાન્ય રીતે ઘણા લોકોની ટેવ હોય છે કે જમતી વખતે અમુક વસ્તુ વધી હોય તો તેને ગરમ કરીને ફરીથી ઉપયોગમાં લે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા એવા ખોરાક છે કે જેને ફરીવાર ગરમ કરવાથી તે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે  છે.

જુઓ આ  વસ્તુઓને ભૂલથી પણ  ગરમ કરીને ઉપયોગમાં ન લેતા :

રાંધેલા ભાત

Image result for cooked rice

કાચા ચોખામાં કેટલાક કીટાણું રહેલા હોય છે. જે રાંધવાથી નષ્ટ પામે છે. જેવા ભાત ઠંડા પડે છે તેવું તેમાં પાછા કીટાણું થઇ જાય છે અને આ ભાત બીજી વાર ગરમ કરવાથી તે મરતા નથી. આવા ભાત ખાવાથી  ફૂડ પોઈઝનીંગ થઇ જાય છે.

બટાકા

Image result for potato

બટાકામાં આમ તો ભરપુર પ્રમાણમાં સ્વાસ્થ્યવર્ધક તત્વ રહેલા છે, પણ જો બટાકામાંથી બનાવેલી કોઈ પણ વાનગી વધુ સમય સુધી બનાવીને મૂકી રાખવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો ખત્મ થઇ જાય છે. અને ફરી વાર ગરમ કરીને તેને ખાવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે.

મશરૂમ  

Image result for cooked mushroom

મશરૂમ એટલે પ્રોટીનનો ખજાનો. મશરૂમ ને તાજા જ ખોરાકમાં લેવા જોઈએ. મશરૂમને ફરીથી ગરમ કરીને ખાવાથી ચીકનની જેમ તેમાં પણ પ્રોટીનની ગુણવત્તામાં ફેરફાર આવી જાય છે જે શરીર માટે હાનિકારક છે.

બીટ

સામાન્ય રીતે બીટ કાચું જ ઉપયોગમાં લેવામાં આવે છે. પણ જો તમે બીટમાંથી બનાવેલી કોઈ વાનગીને ગરમ કરીને ફરીથી ઉપયોગમાં લેશો તો તેમાં રહેલા નાઈટ્રેટ સમાપ્ત થઇ જાય છે.

પાલક

Image result for palak

પાલક ને ફરીવાર ગરમ કરીને ખાવાથી કેન્સરનું પ્રમાણ વધી જાય છે. તેમાં રહેલા નાઈટ્રેટ ફરીથી ગરમ કરવાને લીધે એવા તત્વમાં બદલાય જાય છે કે જેથી કેન્સર રોગનો ખતરો વધી જાય છે.

કુકિંગ ઓઈલ

ખોરાક રાંધતી વખતે આપણે જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેનો માત્ર એક વખત જ ઉપયોગ કરવો જોઈએ. તેલને ફરીથી ગરમ તેમાંથી એક કેમિકલ નીકળે છે જેમાં ટોક્સિક રહેલું છે.

ઈંડા

ઈંડા પણ પ્રોટીન માટેનો ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ ઈંડાને ફરીથી ગરમ કરીને ઉપયોગમાં લેવાથી તે ઝહેરીલું બની જાય છે.

ચીકન

Image result for cooked chicken

ચીકનને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા પ્રોટીન તત્વમાં બદલાવ આવી જાય છે.જેનાથી પાચન સંબંધી બીમારી થાય છે.