Bollywood/ બર્થ ડે પાર્ટીમાં હેમા માલિનીએ પતિ ધર્મેન્દ્ર સાથે કર્યું ટ્વિનિંગ, દીકરી ઈશાને ખવડાવી કેક

હેમા માલિનીના બર્થ ડે સેલિબ્રેશનમાં દીકરી ઈશા દેઓલ, પતિ ધર્મેન્દ્ર અને ફિલ્મમેકર રમેશ સિપ્પી તેમજ સંજય ખાન ઉપસ્થિક રહ્યા હતા

Entertainment
Untitled 351 બર્થ ડે પાર્ટીમાં હેમા માલિનીએ પતિ ધર્મેન્દ્ર સાથે કર્યું ટ્વિનિંગ, દીકરી ઈશાને ખવડાવી કેક

પીઢ અભિનેત્રી હેમા માલિનીએ હાલમાં નજીકના મિત્રો તેમજ પરિવાર સાથે ઘરે જન્મદિવસની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે ખૂબ ઓછા લોકોની ઉપસ્થિતિમાં થયેલા સેલિબ્રેશનની ઝલક દેખાડી છે. હેમા માલિનીના બર્થ ડે સેલિબ્રેશનમાં દીકરી ઈશા દેઓલ, પતિ ધર્મેન્દ્ર અને ફિલ્મમેકર રમેશ સિપ્પી તેમજ સંજય ખાન ઉપસ્થિક રહ્યા હતા. એક્ટ્રેસે ટ્વિટર પર તસવીરો શેર કરી છે.

તસવીરોમાં હેમા માલિની લાલ કલરના સલવાર-સૂટમાં જોવા મળી રહ્યા છે અને પતિ ધર્મેન્દ્રએ તેમની સાથે ટ્વિનિંગ કર્યું છે. અન્ય તસવીરમાં ધર્મેન્દ્ર દીકરીને કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે. અન્ય તસવીરમાં તમામ કેમેરા સામે પોઝ આપી રહ્યા છે. તસવીરોની સાથે તેમણે લખ્યું છે ‘નજીકના કેટલાક મિત્રો અને પરિવાર સાથે ઘરે બર્થ ડે સેલિબ્રેશન’.

Instagram will load in the frontend.

એક્ટ્રેસના બર્થ ડે પર ઈશા દેઓલે તેમના સાથેની સુંદર તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે અમ્મા. લવ યુ. તમે હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો, ભગવાન હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવતા રહે. ખરાબ અને સારા સમયમાં તમારી સાથે છું, તમારી બિટ્ટુ’.