Health Care/ રમઝાનની શરૂઆત અને હોળીના તહેવાર દરમિયાન કોલેસ્ટ્રોલને કેવી રીતે કાબૂમાં રાખશો

તહેવારોના દિવસોમાં તમે ઘરે એર ફ્રાયર અને ઓવનમાં તળવાની બધી વસ્તુઓ બનાવી શકો છો. જેમ કે પાપડ અને ઘુઘરા. આ સિવાય તમે વેફર અને વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી શકો છો જેમાં એર ફ્રાયર અને ઓવનમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી..

Lifestyle Health & Fitness
Beginners guide to 2024 03 15T190910.033 રમઝાનની શરૂઆત અને હોળીના તહેવાર દરમિયાન કોલેસ્ટ્રોલને કેવી રીતે કાબૂમાં રાખશો

Health News: તહેવારો એટલે ખાન-પાન અને સ્વાદિષ્ટ મીઠાઈની સાથે પ્રસંગોના દિવસોમાં આનંદની મજા માણવી તેમજ હાલના દિવસોમાં રમઝાન અને હોળીના દિવસોમાં વધુ પડતું તૈલીય ખોરાકનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. તો ચાલો તમને જાણાવીશું કેવી રીતે તહેવારમાં કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખી શકાય છે.

હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને હવે હોળી આવવાની છે. હવે આ દિવસોમાં ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવશે. મોટાભાગની વસ્તુઓમાં વધુ ફેટ અને ખાંડ વધુ હશે જે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકે છે. તેના સિવાય પાચન સંબંધી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં, તમારે તહેવારોના સમય દરમિયાન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાની વિશેષ કાળજી લેવી જોઈએ. તો ચાલો જાણીએ તહેવારો દરમિયાન કોલેસ્ટ્રોલ ઘટાડવાની રીત અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

તહેવારોમાં કોલેસ્ટ્રોલ કેવી રીતે નિયંત્રિત કરવું જોઈએ

Here are some of the best times to drink water | The Times of India

  1. જમતા પહેલા પાણી પીવો

તહેવારોમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય એ છે કે જમતી વખતે કોઈ પણ ખોરાકનો વધુ પ્રમાણમા સેવન ન કરવું જોઈએ. તેનાથી એસિડિટી અને જીઈઆરડી જેવી સમસ્યા થઈ શકે છે. તેથી, જમતા પહેલા પાણી પીવો, જેનાથી તમારું પેટ ભરાઈ જશે અને તમે વધુ પડતું ખોરાક ખાવાથી બચી શકશો અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરશે. તેથી, જો તમે પાર્ટીમાં જાઓ છો, તો સંપૂર્ણ ભોજનનું સેવન કરવું જોઈએ.

  1. ઘરે બનાવેલી વસ્તુઓનું સેવન કરો

જો તમે આ સમયગાળા દરમિયાન ઘરે બનાવેલી વસ્તુઓનું સેવન કરશો તો તમે ખરાબ તેલયુક્ત લિપિડ્સથી બચી શકશો. સાથે જ તમે તમારા કોલેસ્ટ્રોલને સરળતાથી નિયંત્રિત કરી શકશો અને પેટની સમસ્યાઓથી પણ સુરક્ષિત રહી શકશો. તેથી તમારે ફક્ત આ તહેવારો દરમિયાન જે ખાવાનું હોય તો તમે ઘરે બનાવીને તેનું સેવન કરી શકો છો તેમજ ઘરની વસ્તુઓ બહારના ખોરાક જેટલી હાનિકારક હોતી નથી.

  1. એર ફ્રાયર અને ઓવનમાં પાપડ અને ઘુઘરા બનાવો

તહેવારોના દિવસોમાં તમે ઘરે એર ફ્રાયર અને ઓવનમાં તળવાની બધી વસ્તુઓ બનાવી શકો છો. જેમ કે પાપડ અને ઘુઘરા. આ સિવાય તમે વેફર અને વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી શકો છો જેમાં એર ફ્રાયર અને ઓવનમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી તમે ચરબીને અમુક અંશે નિયંત્રિત કરી શકશો અથવા તો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકશો. તહેવારોમાં આ બાબતો વધુ મહત્વની બની જાય છે.

  1. ખજૂર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે ખાંડવાળા ખોરાકને બદલે ખજૂર જેવા ખોરાકનું  ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી શરીરને સુગરના નુકસાનથી બચાવી શકાય છે જે કોલેસ્ટ્રોલ વધારે છે. તેથી, તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે શક્ય તેટલી કુદરતી ખાંડનો ઉપયોગ કરો અને શરીરમાં તમારા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરો. તહેવારો દરમિયાન આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી/રાહુલ ગાંધી ફાઇનલી વાયનાડ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડશે,કોંગ્રેસ ચૂંટણી સમિતિએ લગાવી મોહર

આ પણ વાંચો:2024 election/ભાજપ મોહમ્મદ શમીને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે! આ રાજ્યમાંથી ટિકિટ આપશે