Not Set/ વધુ પડતી પેઇન કિલર લેતા હોવ તો ચેતી જજો

અમદાવાદ, દુખાવા પર વારંવાર પેઇન કિલર લઇ લેતા લોકોએ હવે વિચારવું પડે તેમ છે. ઘણા લોકો થોડું માથુ દુખે કે હાથપગ કળતર થાય તો પણ ફટ દઇને પેઇન કિલર લઇ લેતા હોય છે આ લોકો માટે ચેતવણી રૂપ બાબત સામે આવી છે કે  વધારે પડતા પેઇનકિલર લેવા  એ આરોગ્ય માટે હાનિકારક હોય છે.ટાભાગના લોકો દુખાવામાં […]

Health & Fitness
aaaw 15 વધુ પડતી પેઇન કિલર લેતા હોવ તો ચેતી જજો

અમદાવાદ,

દુખાવા પર વારંવાર પેઇન કિલર લઇ લેતા લોકોએ હવે વિચારવું પડે તેમ છે. ઘણા લોકો થોડું માથુ દુખે કે હાથપગ કળતર થાય તો પણ ફટ દઇને પેઇન કિલર લઇ લેતા હોય છે આ લોકો માટે ચેતવણી રૂપ બાબત સામે આવી છે કે  વધારે પડતા પેઇનકિલર લેવા  એ આરોગ્ય માટે હાનિકારક હોય છે.ટાભાગના લોકો દુખાવામાં રાહત મેળવવા માટે વિચાર્યા વગર પેઇનકિલર લઇ લેતા હોય છે જેનાથી તે સમયે તો દુખાવામાં રાહત મળી જાય છે પરંતુ આ પેઇનકિલર દવાઓના કારણે શરીરને ઘણું નુકશાન પહોંચે છે.

અલગ-અલગ કંપનીની પેઇનકિલર ખાવાથી એસિડિટી, ઉલ્ટી, ડાયેરિયા અને પેટના દુખાવા જેવી કેટલાય પ્રકારની સમસ્યા થાય છે. તો હાડકા પર ખરાબ અસર કરે છે મોટાભાગે સાંધાનો દુખાવો થવાને કારણે લોકો પેઇનકિલર દવાઓ ખાય છે પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી હાડકાઓ પર ખરાબ સાઇડ ઇફેક્ટ પડે છે અને હાડકા નબળા પડી જાય છે. આ ઉપરાંત પેઇનકિલર દવાઓ કરોડ રજ્જુ પર પણ ખરાબ અસર કરે છે.

વધારે પ્રમાણમાં પેઇનકિલર દવાઓના સેવનથી કિડનીને સૌથી વધારે નુકશાન પહોંચે છે અને તેનાથી કિડની ફેલ થવાની શકયતાઓ વધી જાય છે. કેટલાક લોકો નાનકડી સમસ્યામાં પણ દુખાવો દૂર કરવા માટે દવાઓનું સેવન કરી લેતા હોય છે. એવામાં તેઓ આ દવાઓ લેવા માટે ટેવાઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.