'India Energy Week/ PM મોદી કરશે ‘ઇન્ડિયા એનર્જી વીક 2023’નું ઉદ્ઘાટન,જાણો સમગ્ર કાર્યક્રમ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે  કર્ણાટકની મુલાકાત લેશે, જ્યાં તેઓ બેંગલુરુમાં ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’ (IEW) નું ઉદ્ઘાટન કરશે

Top Stories India
4 3 PM મોદી કરશે 'ઇન્ડિયા એનર્જી વીક 2023'નું ઉદ્ઘાટન,જાણો સમગ્ર કાર્યક્રમ

‘India Energy Week:   વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે  કર્ણાટકની મુલાકાત લેશે, જ્યાં તેઓ બેંગલુરુમાં ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’ (IEW) નું ઉદ્ઘાટન કરશે. IEW બેંગલુરુમાં 6-8 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ભારતના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી શક્તિને ‘એનર્જી ટ્રાન્ઝિશન પાવરહાઉસ’ તરીકે દર્શાવવાનો છે.

 

 

આ દરમિયાન (‘India Energy Week) પીએમ મોદી ઇથેનોલ મિશ્રિત ઇંધણ E20 લોન્ચ કરશે. E20 ઇંધણને પેટ્રોલમાં 20 ટકા સુધી મિક્સ કરી શકાય છે. આ સિવાય પીએમ મોદી તુમાકુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની હેલિકોપ્ટર ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ફેક્ટરીનો પાયો PM મોદીએ 2016માં નાખ્યો હતો. HALના આ હેલિકોપ્ટર ઉત્પાદન એકમને સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. અહેવાલો અનુસાર, HALની આ ફેક્ટરી હેલિકોપ્ટર બનાવવાની બાબતમાં દેશની સૌથી મોટી છે, જે લગભગ 600 એકરમાં ફેલાયેલી છે.

પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને (‘India Energy Week) તેમની કર્ણાટક મુલાકાતની માહિતી આપી છે. PM એ રવિવારે (5 ફેબ્રુઆરી) ટ્વીટ કર્યું, “હું આવતીકાલે (6 ફેબ્રુઆરી) કર્ણાટકમાં હોઈશ. બેંગલુરુ પહોંચીને હું ઈન્ડિયા એનર્જી વીક 2023માં ભાગ લઈશ. બાદમાં, હું તુમાકુરુમાં મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા અને વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા જઈશ.

224 સીટોવાળી કર્ણાટક વિધાનસભા (‘India Energy Week) માટે આ વર્ષે મે પહેલા ચૂંટણી યોજાશે. એક મહિનાથી ઓછા સમયમાં પીએમ મોદીની કર્ણાટકની આ ત્રીજી મુલાકાત હશે. એટલા માટે પીએમની મુલાકાતને ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે. આ પહેલા પીએમ મોદીએ 12 જાન્યુઆરીએ હુબલીની અને 19 જાન્યુઆરીએ કલબુર્ગીની મુલાકાત લીધી હતી.

રાજ્યમાં ભાજપની સરકાર છે. PM યોજનાઓ અને પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપીને, શાસક પક્ષ મતદારોનું ધ્યાન આકર્ષિત કરી શકશે. અને શું છે પીએમ મોદીનો કાર્યક્રમ? PM મોદી વૈશ્વિક તેલ અને ગેસ સીઈઓ (CEOs) સાથે રાઉન્ડ ટેબલ ચર્ચામાં ભાગ લેશે. તે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ઘણી પહેલ શરૂ કરશે. પીએમ ‘ગ્રીન મોબિલિટી રેલી’ને પણ ફ્લેગ ઓફ કરશે. આ રેલીમાં ગ્રીન એનર્જી આધારિત વાહનો સામેલ કરવામાં આવશે. તે ઈન્ડિયન ઓઈલની ઇન્ડોર કૂકિંગ સિસ્ટમ ટ્વીન-કૂકટોપ મોડલ અને તેના કોમર્શિયલ રોલ-આઉટને પણ ફ્લેગ ઓફ કરશે.

પ્રહાર/ સનાતન ધર્મના નિવેદન માટે અસદુદ્દીન ઓવૈસીએ સીએમ યોગી પર કર્યા પ્રહાર, કહી આ મોટી વાત