Not Set/ સિગ્નેચર બ્રિજ : ૧૪ વર્ષની મહેનત અને ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ, પર્યટકોનું આકર્ષણ કે મોતનું મુખ ?

નવી દિલ્લી ૧૪ વર્ષની મહામહેનત બાદ ૪ નવેમ્બરના રોજ દિલ્લીમાં સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. સિગ્નેર બ્રિજને બનવાનો કુલ ખર્ચો આશરે ૧૫૦૦ કરોડ થયો છે. સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય આજથી ૨૦૦૪માં કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ૧૪ વર્ષ પછી આ બ્રિજનું ઉદ્ઘાટન […]

Top Stories India Trending
755319 signature bridge afp 111718 1 સિગ્નેચર બ્રિજ : ૧૪ વર્ષની મહેનત અને ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ, પર્યટકોનું આકર્ષણ કે મોતનું મુખ ?

નવી દિલ્લી

૧૪ વર્ષની મહામહેનત બાદ ૪ નવેમ્બરના રોજ દિલ્લીમાં સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. સિગ્નેર બ્રિજને બનવાનો કુલ ખર્ચો આશરે ૧૫૦૦ કરોડ થયો છે.

સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય આજથી ૨૦૦૪માં કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ૧૪ વર્ષ પછી આ બ્રિજનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું છે.

The bridge will have a 154-metre-high glass viewing box, which is double the height of Qutub Minar, where visitors will be able to enjoy a panoramic view of the city from. The elevators area likely to be operational in two months. (Ajay Aggarwal / HT Photo)

દિલ્લીમાં આ બ્રિજ પર્યટક માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે લોકો આ બ્રિજ પર પોતાના વાહન ઉભા રાખીને સેલ્ફી લે છે.

Image result for signature bridge

પ્રથમ દુર્ઘટનામાં બે ડોક્ટરના મોત 

શુક્રવારે સવારે સિગ્નેચર બ્રિજ પ્રથમ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં શરૂઆતમાં બે કેટીએમ બાઈક સવાર સ્ટંટ કરી રહ્યા હતા તેવું બહાર આવ્યું હતું. બંને ડોકટરના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.

bri સિગ્નેચર બ્રિજ : ૧૪ વર્ષની મહેનત અને ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ, પર્યટકોનું આકર્ષણ કે મોતનું મુખ ?

પરંતુ પોલીસની તપાસે આ ઘટનામાં નવો વળાંક લીધો છે.  શુક્રવારે સવારે થયેલી દુર્ઘટનામાં બે બાઈક સવાર મેડીકલના સ્ટુડન્ટ હતા.

મૃતક સત્યા વિજય હિન્દુરાવ હોસ્પીટલમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો હતો જયારે તેનો મિત્ર ચંદ્રશેખર તે જ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષનો વિદ્યાથી જતો.

સ્ટંટ નહી પણ પુલ પર પડેલા તારમાં ફસાઈ ગયો હતો પગ 

તપાસ દરમ્યાન માલુમ પડ્યું હતું કે બ્રિજ પર લાગેલી સ્ટ્રીટ લાઈટમાંથી નીકળતા તાર બાઈક ચલાવનારનો પગ ફસાઈ ગયો હતો. જેને લઈને બેકાબુ બનેલી બાઈક રેલીંગ સાથે અથડાઈ હતી.

પુલ પર ગેપ હોવાને લીધે બંને મિત્રો પૂલ પરથી ૩૦ ફૂટ નીચે પડ્યા હતા. સવારે ૮:૪૫ વાગ્યે પોલીસને આ ઘટનાની સુચના મળી હતી.

૨૩ વર્ષીય ડો. સત્યા વિજય શંકરન રાંચીનો રહેવાસી હતો. મૃતક સત્યા વિજય હિન્દુરાવ હોસ્પીટલમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો હતો.  જયારે ૨૦ વર્ષીય ચંદ્રશેખર શર્મા ખાનપુર દિલ્લીનો રહેવાસી હતો. ચંદ્રશેખર તે જ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષનો વિદ્યાથી હતો.

બીજી દુર્ઘટનામાં એકનું મોત, એક ગંભીર ઘાયલ 

૨૪ કલાકમાં બે દુર્ઘટના બની છે જેમાં ત્રણ લોકોએ પોતાની મુલ્યવાન ઝીંદગી ગુમાવી દીધી છે. શનિવારે સવારે પણ અહી એક દુર્ઘટના બની છે જેમાં બે બાઈક સવારમાના એકની મોત થઇ છે જયારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બાઈક સવારની બાઈક સિગ્નેચર બ્રિજ પર લપસી ગઈ હતી અને બંને પડી ગયા હતા જેમાં  એક વ્યક્તિએ  ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો.

સિગ્નેચર બ્રિજનું અધૂરું કન્સ્ટ્રકશન ? 

સિગ્નેચર બ્રિજ પર થતા આ અકસ્માતને લઈને હવે પુલની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે પરંતુ રીપોર્ટના અનુસાર આ પુલની ડીઝાઈનમાં કોઈ ખામી નથી.

signature bridge gap સિગ્નેચર બ્રિજ : ૧૪ વર્ષની મહેનત અને ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ, પર્યટકોનું આકર્ષણ કે મોતનું મુખ ?

પુલની બન્ને બાજુ જે જગ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. શુક્રવારે આ ગેપના લીધે જ મેડીકલના બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.

ચંદ્રશેખરને તેનું મોત જ ખેંચી લાવ્યું : પિતા શિવ નારાયણ 

સિગ્નેચર બ્રિજ પર થયેલ દુર્ઘટનામાં દીકરો ગુમાવી દીધેલ  ચંદ્રશેખરના પિતા હાલ શોકમાં છે.તેમણે કહ્યું હતું કે મોત જ મારા દીકરાને ખેંચી ગઈ હતી. શિવ નારાયણ તેમના દીકરાને બાબુ કહીને બોલાવતા હતા.

છઠ્ઠની પૂજા માટે ચંદ્રશેખર ઘરે આવ્યો હતો. ગુરુવારે જે હોસ્ટેલ જવા માટે તૈયાર થતો હતો ત્યારે તેના પિતાએ તેને રોકાઈ જવા માટે કહ્યું હતું પરંતુ તેને ભણવાનું છે અને જવું જરૂરી  છે તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો.

ચંદ્રશેખરને માતા-પિતા સિવાય બીજા બે મોટા ભાઈ અને એક બહેન છે.

દીકરા ઉભો થા, મને ગળે વળગી જા : પિતા 

શિવનારાયણને હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે એવું કહેવામાં અવાયું હતું કે તેમના દીકરાનો અકસ્માતમાં પગ તૂટી ગયો છે. જયારે તેમણે પહોચીને જોયું કે ચંદ્રશેખર આ દુનિયામાંથી વિદાય લઇ ચુક્યો છે ત્યારે તે તેના દીકરાના શબને ભેટીને રડી પડ્યા હતા. તેઓ એક જ વાત બોલી રહ્યા હતા ઉભો થા, મને ગળે વળગી જા.

પરંતુ તેમનો દીકરો હવે ક્યારેય તેમની ભેટી શકવાનો નહતો તે હકીકતને સ્વીકારવા સિવાય બીજો કોઈ ઉપાય નહતો.

બાઈક ચલાવવાનો ઘણો શોખ હતો : મોટો ભાઈ 

મૃતક ચંદ્રશેખરના મોટા ભાઈ ગોવિંદાએ જણાવ્યું કે તેને બાઈક ચલાવવાનો ઘણો શોખ હતો પરંતુ તે સંપૂર્ણ પબે બાઈક ચલાવતા હજુ શીખ્યો નહતો.હજુ ગયા મહીને જ એક અકસ્માતમાં તેને હાથ અને પગ પર વાગ્યું હતું.

ચંદ્રશેખરનો બાઈક પ્રત્યેનો શોખ જોઇને મૃતક  ડો. સત્યા વિજય તેને બાઈક ચલાવવાનું શીખવી રહ્યો હતો.સત્યાને તેના જન્મદિવસે જ તેના પરિવારના લોકોએ તેને કેટીએમ બાઈક ગીફ્ટ કરી હતી.

સિગ્નેચર બ્રિજ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો :

૧. આ સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય આજથી ૨૦૦૪માં કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ૧૪ વર્ષ પછી આ બ્રિજનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું છે.

૨. આ બ્રિજ “નમસ્તે”ના રૂપમાં જોતા દેશનો પહેલો કેબલ સ્ટાઈલ પુલ છે. બ્રિજના બીજા ચરણમાં પર્યટન સ્થળન તરીકે વિકસિત કરવામાં આવશે.

૩. બ્રિજની ઉપર ગ્રાફિક્સ આધુનિક અને પ્રગતિશીલ ભારતને પ્રદર્શિત કરે છે. બ્રિજ પર ૧૫૪ મીટર હાઈ ગ્લાસ વ્યુઇન્ગ બોક્સ છે, જે કુતુબ મીનારની ઉંચાઈ કરતા બેગણી છે.

૪. ૫૭૫ મીટર લાંબો સિગ્નેચર બ્રિજ સેલ્ફી સ્પોટ પણ છે.

૫. આઠ લેનનો આ સિગ્નેચર બ્રિજ વજીરાબાદ રોડને આઉટર રીંગ સાથે જોડે છે. જેમાં ગાઝિયાબાદ તરફ જવાવાળા વાહનોને ઓછામાં ઓછો ૩૦ મિનિટનો સમય બચશે.

૬. સિગ્નેચર બ્રિજના મુખ્ય પીલારની ઉંચાઈ ૧૫૪ મીટર છે. બ્રિજ પર ૧૯ સ્ટે કેબલ્સ છે, જેના પર ૩૫૦ મીટર ભાગ વગર કોઈ પીલર રોકવામાં આવ્યો છે. આ ઉપરાંત પીલરના ઉપરના ભાગે ચારે બાજુ ગ્લાસ લગાવવામાં આવ્યા છે.