Not Set/ 21મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ડીજી કોન્ફરન્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારા ડિસેમ્બર મહિનાની 21મી તારીખે ફરી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. 21 ડિસેમ્બરના રોજ કેવડિયા કોલોની ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદી સહીત ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. કેવડિયા કોલોની ખાતે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં અધિકારીઓ રાત્રી રોકાણ કરે, તેવી પણ શક્યતા છે. […]

Top Stories Gujarat Others
29807c315abfaa79ffbd43c1e47c3489 21મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ડીજી કોન્ફરન્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારા ડિસેમ્બર મહિનાની 21મી તારીખે ફરી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. 21 ડિસેમ્બરના રોજ કેવડિયા કોલોની ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદી સહીત ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. કેવડિયા કોલોની ખાતે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં અધિકારીઓ રાત્રી રોકાણ કરે, તેવી પણ શક્યતા છે.

મહત્વનું છે કે, આ કોન્ફરન્સના કારણે 20થી 22 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે.

STATUE OF UNITY 1 e1543045201135 21મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ડીજી કોન્ફરન્સ
mantavyanews.com

જણાવી દઈએ કે, ગત 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિએ વડાપ્રધાન મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ બાદ રોજના હજારો લોકો આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે. લોકાર્પણના 22 દિવસમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રૂ. 4,91,58,406ની આવક થઇ હતી.