Not Set/ કમલા હેરિસે એન્ટી સેટેલાઇટ મિસાઈલના પરીક્ષણને લઈને રશિયા પર આકરા પ્રહાર કર્યા

હેરિસે બુધવારે નેશનલ સ્પેસ કાઉન્સિલની ઉદ્ઘાટન બેઠકમાં રશિયાના પરીક્ષણને “બેજવાબદાર” ગણાવ્યું, અને કહ્યું કે તેનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જોખમ ઉભો થયો છે

Top Stories World
KAMALA કમલા હેરિસે એન્ટી સેટેલાઇટ મિસાઈલના પરીક્ષણને લઈને રશિયા પર આકરા પ્રહાર કર્યા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે એન્ટી સેટેલાઇટ મિસાઈલના પરીક્ષણને લઈને રશિયા પર આકરા પ્રહારો કર્યા હતા. હેરિસે બુધવારે નેશનલ સ્પેસ કાઉન્સિલની ઉદ્ઘાટન બેઠકમાં રશિયાના પરીક્ષણને “બેજવાબદાર” ગણાવ્યું, અને કહ્યું કે તેનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જોખમ ઉભો થયો છે. આ સાથે તેમણે સરકારી સંસ્થાના સભ્યોને અવકાશમાં જવાબદાર નાગરિક, વ્યાપારી અને રાષ્ટ્રીય સુરક્ષા-સંબંધિત વર્તનને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છએ કે ચીન અને રશિયાની હરીફાઈ અને સ્પેસમાં કોમર્શિયલ હિતો અંગે ચિંતા વધી રહી છે.

હેરિસે કહ્યું  કે, “રશિયાએ ગયા મહિને એન્ટી-સેટેલાઇટ ટેક્નોલોજીના પરીક્ષણના “બેજવાબદારીભર્યા કૃત્ય”થી કાટમાળ સર્જ્યો જેણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)ને જોખમમાં મૂક્યું. રશિયાએ તાજેતરમાં જ એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ લોન્ચ કરી. પરીક્ષણ માટે અવકાશમાં પોતાનો સેટેલાઇટને જ નિશાન બનાવ્યો હતો.

હેરિસ ઉપરાંત અમેરિકી અધિકારીઓએ પણ અવકાશમાં વોશિંગ્ટનના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ દ્વારા સુરક્ષા પ્રવૃતિઓ વધારવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચીન દ્વારા આ વર્ષે હાઇપરસોનિક હથિયારોના પરીક્ષણે પણ ચિંતા વધારી છે. આનાથી પૃથ્વી-ભ્રમણ પ્રણાલી પર શસ્ત્રોની સ્પર્ધાની શક્યતા વધી છે. આ સિવાય અમેરિકા રશિયા દ્વારા લઈ જવામાં આવેલી એન્ટી સેટેલાઇટ મિસાઈલને લઈને સતત પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.