Mumbai crime news/ પોલીસે મુંબઈની લોજમાં ચાલતા સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ, ચાર લોકોની કરી ધરપકડ, માલિકની કરી રહી છે શોધ

મહારાષ્ટ્ર પોલીસે નવી મુંબઈની એક લોજમાં આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરતા ચાર લોકોની ધરપકડ કરી છે. અને લોજના માલિકની શોધખોળ શરૂ કરી છે.

Top Stories India
Beginners guide to 34 2 પોલીસે મુંબઈની લોજમાં ચાલતા સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ, ચાર લોકોની કરી ધરપકડ, માલિકની કરી રહી છે શોધ

મહારાષ્ટ્ર પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.  નવી મુંબઈની એક લોજમાં આ સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે સેક્સ રેકેટ ચલાવવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ ઘટનાસ્થળે ત્રણ મહિલાઓ પણ હતી, જેમને પોલીસે આશ્રયસ્થાનમાં મોકલી દીધી છે. પોલીસ હવે લોજના માલિકને શોધવામાં વ્યસ્ત છે.

એજન્સી અનુસાર, નવી મુંબઈના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (એએચટીસી)ને આ મામલે માહિતી મળી હતી. આ પછી પોલીસે માહિતીની પુષ્ટિ કરવા માટે નકલી ગ્રાહકને સ્થળ પર મોકલ્યો. માહિતી સાચી હોવાની પુષ્ટિ થતાં પોલીસે ગુરુવારે નેરુલ વિસ્તારના શિરાવણેમાં રાજ ઇન લોજિંગ એન્ડ બોર્ડિંગના પરિસરમાં દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમે ત્રણ એજન્ટો સાથે લોજના મેનેજરની ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસને સ્થળ પર ત્રણ મહિલાઓ પણ મળી હતી, જેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી રહી હતી. પોલીસ મહિલાઓને એક આશ્રયસ્થાનમાં લઈ ગઈ.

Big sex racket busted in Thane: 5 people including 2 struggling actresses  arrested news and update | ठाणे में बड़े सैक्स रैकेट का भंडाफोड़: 2  स्ट्रगलिंग एक्ट्रेस समेत 5 लोग गिरफ्तार, एक

એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના વરિષ્ઠ નિરીક્ષક પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું કે એજન્ટો વેબલિંક અને વોટ્સએપ દ્વારા ગ્રાહકો સાથે વાતચીત કરતા હતા અને મહિલાઓના ફોટોગ્રાફ્સ મોકલતા હતા. આ પછી ગ્રાહકોને લોજમાં રૂમ બુક કરવાનું કહેવામાં આવ્યું. રૂમ બુક કરાવતાં મહિલાઓને લોજમાં મોકલવામાં આવી હતી. આ કેસમાં તુર્ભે પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરી અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસ લોજના માલિકને શોધી રહી છે.

મુંબઈ પોલીસે થોડા સમય પહેલા નકલી ગ્રાહક મોકલી આ પ્રકારના સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સેક્સ રેકેટને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં પ્રથમ વખત એક સગીરા દ્વારા આ સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસને પણ આઘાત લાગ્યો હતો. 17 વર્ષીય સગીરા દ્વારા ચાલતું સેક્સ રેકેટ નવી મુંબઈના વસીમાં ચાલતું હતું. એ સમયે પોલીસે વસીમાં રેડ પાડીને 4 છોકરીઓ ઝડપી હતી. આ છોકરીઓ મજબૂરીમાં આ વેશ્યાવૃત્તિના ધંધામાં સામેલ થઈ હતી જેનો પોલીસે બચાવ કરતા આશ્રય સ્થાનમાં મોકલી દીધી હતી. આ યુવતીઓની ઉંમર આશરે 20 વર્ષની આસપાસ હતી અને તેમાં એક નેપાળની અને બે બિહારની યુવતીઓ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: kisan andolan/ખેડૂત આંદોલનમાં Break, ખેડૂત સંગઠનના નેતાએ આંદોલન 29 ફેબ્રઆરી સુધી સ્થગિત રાખવા પર આપ્યું આ કારણ

આ પણ વાંચો: Asam/અસમ સરકારનો UCC મામલે મહત્વનો નિર્ણય, બહુપત્નીત્વ અને બાળ લગ્નોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે

આ પણ વાંચો: