Not Set/ ચંદન હાઈટ્સની સાઈટ પર ભેખડ ધસી પડી, 4 શ્રમિક દટાયા

અમદાવાદ અમદાવાદના ચાંદખેડા વિસ્તારનમાં ભેખડ ધસી જવાની એેક દુર્ઘટના સામે આવી છે. આઈઓસી રોડ પર ચંદન હાઈટ્સની સાઈટ પર અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં ભેખડ નીચે 4 શ્રમિક દટાઈ ગયા હતા. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જ્યારે એક અન્ય મજૂરને બહાર કાઢવાની કામગીરી ચાલુ […]

Top Stories Trending
ahmd 10 ચંદન હાઈટ્સની સાઈટ પર ભેખડ ધસી પડી, 4 શ્રમિક દટાયા

અમદાવાદ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારનમાં ભેખડ ધસી જવાની એેક દુર્ઘટના સામે આવી છે. આઈઓસી રોડ પર ચંદન હાઈટ્સની સાઈટ પર અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં ભેખડ નીચે 4 શ્રમિક દટાઈ ગયા હતા. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જ્યારે એક અન્ય મજૂરને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો, 108ની ટીમ, ફાયરબ્રીગેડની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ રેસક્યુ ટીમ દ્વારા 1 મજુરને બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા આનંદનગર પોલીસ સ્ટેશન પાછળ કલાઉડ કન્સ્ટ્રકશન સાઈટ પાસે અચાનક ભેખડ ઘસી પડવાની ઘટના બની હતી.  આ ઘટનામાં ત્રણ વ્યક્તિના દટાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે તેમ જ અન્ય 4 વ્યક્તિને ગંભીર ઈજા થઇ હતી.