Not Set/ CWG ૨૦૧૮ : ગોલ્ડ કોસ્ટમાં ભારતે જીત્યા કુલ ૨૫ ગોલ્ડ, વિકાસ કૃષ્ણાએ બોક્સિંગમાં લગાવ્યો ગોલ્ડન પંચ

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ૧૦માં દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શનિવારે ભારતીય ખેલાડીઓ કુલ ૮ આઠ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ભારતને આઠમો ગોલ્ડ મેડલ પુરુષોની બોક્સિંગ સ્પર્ધામાં ૭૫ કિગ્રા કેટેગરીમાં વિકાસ કૃષ્ણાએ અપાવ્યો છે. બોક્સિંગની ૭૫ કિગ્રા કેટેગરીની ફાઈનલ મેચમાં વિકાસ કૃષ્ણાએ કેમરૂનના વેલ્ફ્રેડ સેઇને ૫-૦થી હરાવ્યો […]

Top Stories

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ૧૦માં દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શનિવારે ભારતીય ખેલાડીઓ કુલ ૮ આઠ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ભારતને આઠમો ગોલ્ડ મેડલ પુરુષોની બોક્સિંગ સ્પર્ધામાં ૭૫ કિગ્રા કેટેગરીમાં વિકાસ કૃષ્ણાએ અપાવ્યો છે. બોક્સિંગની ૭૫ કિગ્રા કેટેગરીની ફાઈનલ મેચમાં વિકાસ કૃષ્ણાએ કેમરૂનના વેલ્ફ્રેડ સેઇને ૫-૦થી હરાવ્યો હતો.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૨૫ ગોલ્ડ મેડલ આવ્યા છે જયારે આ ગેમ્સમાં બોક્સિંગમાં ત્રીજો ગોલ્ડ જીત્યો છે. આ પહેલા મહિલા બોક્સિંગની ૪૫-૪૮ કિલોગ્રામ કેટેગરીની સ્પર્ધામાં એમસી મેરીકોમ અને ગૌરવ સોલંકીએ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. જયારે બોક્સિંગની ૯૧ કિગ્રા કેટેગરીમાં સતીશ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત પુરુષોની ટેબલ ટેનિસની સ્પર્ધામાં શારથ અચંતા અને સાથિયાન ગણેશકરની જોડીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો

https://twitter.com/ioaindia/status/985100435110465537

ટેબલ ટેનિસની સ્પર્ધામાં મહિલા સિંગલ્સના મુકાબલામાં ભારતની મનીકા બત્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં બત્રાએ સિંગાપુરની મૈન્ગ્યું યુને એકતરફી મુકાબલામાં ૧૧-૭, ૧૧-૬, ૧૧-૨, ૧૧-૭થી હરાવી હતી.

જયારે વિનેશ ફોગાટે કુસ્તીની ૫૦ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફોગાટે કેનેડાની જેસિકા મેકડોનાલ્ડને ૧૩-થી હરાવી હતી.

https://twitter.com/ioaindia/status/985087153469259776

જયારે પુરુષોની ફ્રી સ્ટાઇલ સ્પર્ધાની ૮૬ કિલો કેટેગરીમાં સોમવીરને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પહેલા ભાલા ફેંકમાં ભારતના ઇતિહાસમાં પહેલીવાર નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપરાએ ૮૬.૪૭ મીટર સુધીનો થ્રો કર્યો હતો જે આ સીઝનનો સર્વશ્રેષ્ઠ છે.

https://twitter.com/ioaindia/status/985126811301564416

જયારે શૂટર સંજીવ રાજપૂતે ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેળવ્યો છે જ્યારે ગૌરવ સોલંકીએ બોક્સિંગમાં ૫૨ કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેળવી ભારતના ફાળે ગોલ્ડનો આંકડો ૨૦ પર પહોંચાડ્યો હતો.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૫૯ મેડલ આવ્યા છે જેમાં ૨૫ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ મેડલ ભારતના ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે.