Not Set/ રાજયમાં પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી…..

હવામાન ખાતાના આંકડા પ્રમાણે, મંગળવારે ગાંધીનગર, ડીસા, રાજકોટ સહિત રાજ્યના કુલ 11 શહેરનું તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતુ.

Gujarat
Untitled 32 6 રાજયમાં પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી.....

રાજ્યમાં ભરમાં શિયાળો બરોબર જામ્યો છે. અને હવે આગામી પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.સોમવારે મોટાભાગના સ્થળોએ ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.. નલિયામાં 6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડશે. જેમાં 16,17,18 ડિસેમ્બરે હાડ થીજાવતી ઠંડી પડશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું છે.

આ  પણ વાંચો :છોટાઉદેપુર / રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ, ઇલેક્શનમાં મોડલ-અભિનેત્રીની થઈ એન્ટ્રી

હવામાન ખાતાના આંકડા પ્રમાણે, મંગળવારે ગાંધીનગર, ડીસા, રાજકોટ સહિત રાજ્યના કુલ 11 શહેરનું તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતુ. સૌરાષ્ટ્ર, કચ્છમાં 16 ડિસેમ્બરથી કોલ્ડવેવ રહેવાની શક્યતાઓ છે. તેમજ 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તથા અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહેસાણા, પાટણી, અને બનાસકાંઠામાં તાપમાનનો પારો અંદાજિત 11 ડિગ્રી નોંધાતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતાં. બીજી બાજુ સાબરકાંઠામાં 12 ડિગ્રી અને અરવલ્લીમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

આ પણ વાંચો ;સુરત /  મહારાણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 7 વર્ષિય બાળકનું મોત

ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણો વાતાવરણમાં પલટો આવ્યાં બાદ તાપમાન સ્થિર થયું હતું. ત્યારબાદ ઉત્તર ગુજરાતના લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહે છે.ત્યારે હવે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે અને લઘુત્તમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે.