@Nikunj Patel
Junagadh News: જુનાગઢમાં એક ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓ અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂપિયા 5.80 લાખના દારૂના જથ્થા સાથે રૂ. 10,82,440 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.
એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે જુનાગઢના ધોરાજી હાઈવે પર આવેલા સુખપુર ગામ સ્થિત જય ઈન્ડસ્ટ્રિયલના એક ગુડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને રૂ. 5,82,440 નો દારૂનો જથ્થો, એક વાહન અને ડીવીઆર મળીને કુલ રૂ. 10,82,440 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.
આ સંદર્ભે પોલીસે મુંબઈ નજીકના ભાયંદરમાં રહેતા ચેનારામ ભેરારામ, અરવિંદ, લખન એમ. ચાવડા અને બોલેરો પીક અપ વાહનના માલિક સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસની વધુ તપાસ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન કરી રહી છે.
આ પણ વાંચોઃ Gandhi Ashram/ PM મોદી સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ