Not Set/ બાવળિયાએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો, ચૂંટણીમાં જાકારો મળશે : અમિત ચાવડાના પ્રહાર

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જવાબદારીની વહેંચણી કરવા આજે રાજકોટ આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાર પૂર્વક કહ્યું હતું કે કુંવરજી બાવળિયાએ પ્રજા અને પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને આવા લોકોને જસદણની પ્રજા ચોક્ક્સપણે જાકારો આપશે. તેમણે ઉમેર્યું હતું કે, જસદણની પ્રજા વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વરેલી છે અને ભૂતકાળમાં કુંવરજીભાઈ પંજાના નિશાન ઉપર જ ચૂંટાયેલા […]

Top Stories Rajkot Gujarat
RJT Amit Chavda બાવળિયાએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો, ચૂંટણીમાં જાકારો મળશે : અમિત ચાવડાના પ્રહાર

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જવાબદારીની વહેંચણી કરવા આજે રાજકોટ આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાર પૂર્વક કહ્યું હતું કે કુંવરજી બાવળિયાએ પ્રજા અને પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને આવા લોકોને જસદણની પ્રજા ચોક્ક્સપણે જાકારો આપશે.

તેમણે ઉમેર્યું હતું કે, જસદણની પ્રજા વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વરેલી છે અને ભૂતકાળમાં કુંવરજીભાઈ પંજાના નિશાન ઉપર જ ચૂંટાયેલા હતા. આ વખતે પણ જસદણની પ્રજા કોંગ્રેસના ઉમેદવારને જ પસંદ કરશે તેવો અમને વિશ્વાસ છે.

ભારતીય જનતા પક્ષના નેતાઆે મોટા મોટા વચનો આપતાં હોય છે પરંતુ તે પાળતાં હોતા નથી તેમ જણાવતાં અમિત ચાવડાએ કહ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો ગુજરાતીઆેને ઘણો બધો ફાયદો થશે તેવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી અને પ્રજાએ આવી આશામાં જ ભાજપને મત આપ્યા હતા પરંતુ આ આશા ઠગારી નિવડી છે અને સામાન્ય એક પણ ગુજરાતીને કોઈ પ્રકારનો ફાયદો થયો નથી.

નાગર બોર્ડિંગ ખાતે આજે અમિત ચાવડાની હાજરીમાં સૌરાષ્ટ્રભરના ધારાસભ્યો, કોળી આગેવાનો અને પ્રદેશના અન્ય હોદ્દેદારોની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં જસદણની બેઠક જીતવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.