ગુજરાત/ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નવી પાર્કિંગ પોલીસી અમલી બનાવાશે

મહાનગર પાલિકા દ્વારા 36 જેટલી સાઈટ પર નવી પાર્કિંગ પોલિસી સાથે પે એન્ડ પાર્કિંગની સુવિધા શરુ કરવામાં આવી

Gujarat Rajkot
Untitled 44 4 રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નવી પાર્કિંગ પોલીસી અમલી બનાવાશે

રાજયમાં  હાલ  મહાનગરો જો સૌથી મોટી સમસ્યા હોય તો તે છે  ટ્રાફિક ની . તેમાં પણ  ખાસ કરીને  અમદાવાદમાં  તો  આ સમસ્યા એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય ત્ર્કુ જોવા મળી રહ્યું છે.  ત્યારે રાજકોટમાં  પણ   અનેક મોટા બ્રિજોનું નિર્માણ કરવામાં આવી  રહ્યું છે. જેમના પગલે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.  જેમના પગલે લોકો એ  હેરાન થવું પડતું હોય છે  . ત્યારે આજે પોલિશ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં બ્રિજ નિર્માણના પરિણામે વાહન ચાલકોને સુગમતા મળી રહે તે વિષય પર ખાસ બ્રેઈન સ્ટોર્મિંગ કરવામાં આવ્યું હતું.

આ  પણ વાંચો ;Relationship Tips / દરેક પત્ની તેના પતિ પાસે આ 2 વાત વિશે ક્યારેય સાચું નથી બોલતી, ટ્રાય કરીને જોઈ લ્યો…

જેમાં પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી નિયત દિવસે શહેરમાં બનતા વિવિધ બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડી ધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે તેમજ ડાયવર્જન વિકલ્પ સાથે સર્વિસ રોડને યોગ્ય કરવા પર ખાસ ભાર મુકાયો હતો. રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં કેટલાક પરિબળોમાં અનિયમિત પાર્કિંગ ખુબ મહત્વનું હોઈ મહાનગરપાલિકા દ્વારા 36 જેટલી સાઈટ પર નવી પાર્કિંગ પોલિસી સાથે પે એન્ડ પાર્કિંગની સુવિધા શરુ કરવામાં આવશે.

આ પણ વાંચો ;Recipe / શિયાળામાં ઘરે બનાવો દૂધીના ભજીયા,નોંધીલો રેસીપી…..

રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવરઝ્નની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડવામાં આવી હતી.રાજકોટ શહેરમાં તેમજ હાઇવે પર આકાર પામી રહેલા બ્રીઝ તેમજ ડાઇવરઝ્ન આસપાસ ટ્રાફિક સંલગ્ન ટ્રાફિક સિગ્નલ નિયમન, રોડ પર પાર્કિંગ ઝોન ડિમાર્કેશન લાઈન, વિવિધ સાઈન બોર્ડ લગાવવા સહિતના મુદ્દે યોગ્ય કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઈ હતી.