ગાંધીનગર,
લોક રક્ષક પેપર લીક મામલે ધરપકડ બાદ આરોપી પી વી પટેલ, મનહર પટેલ, મુકેશ ચૌધરી અને રૂપલ શર્માને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓનાં 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની તબીબી તપાસ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આદેશના પગલે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.
ત્યારે આ મામલે જે હોટલમાં મિટિંગ કરી હતી, તે હોટલનું નામ સામે પણ આવ્યું છે, આ સોદાગરોએ ચિલોડા નજીક આવેલી અંજલી હોટલમાં મિટિંગ કરી આખા કારસાને અંજામ આપ્યો હતો.
આ હોટલમાં આવા કૌભાંડોને અંજામ આપવા માટે વારંવાર મિટિંગ કરવામાં આવે છે. તો સોદાગરોની સલામત જગ્યા માટે આ હોટલ અગાઉથી જ પ્રખ્યાત છે.
અગાઉ પણ આજ હોટલમાં ટાટ પરિક્ષાના પેપર માટે પણ અહીંયા મીટીંગ કરવામાં આવી હતી.તો આ હોટલ સંચાલક સામે અનેક સવાલો ઉભા થયા છે.આવું વારંવાર બને છે છતાં કેમ કોઇ પણ પુછપરછ વિના હોટલ મિટિંગ કરવા આપી દેવામાં આવે છે.
https://api.mantavyanews.in/gujarat-sabarkantha-bayadlrd-paper-leak-case-police-arrest-bjp-worker/