Not Set/ ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ પહોંચી ગુજરાત હાઇકોર્ટ, જાણો શું છે કારણ

મુંબઈ,  એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’નો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.આ ફિલ્મના ટાઇટલમાં ‘મેન્ટલ’ શબ્દનો ઉપયોગ કરવાના વિરૂદ્ધમાં હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે.સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આસીસ્ટન્ટ સોલિસિટર જનરલ દેવાંગભાઇ વ્યાસને પિટિશનની કોપી આપવા અરજદારના […]

Top Stories Entertainment
gshassc 6 ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ પહોંચી ગુજરાત હાઇકોર્ટ, જાણો શું છે કારણ

મુંબઈ, 

એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’નો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.આ ફિલ્મના ટાઇટલમાં ‘મેન્ટલ’ શબ્દનો ઉપયોગ કરવાના વિરૂદ્ધમાં હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે.સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આસીસ્ટન્ટ સોલિસિટર જનરલ દેવાંગભાઇ વ્યાસને પિટિશનની કોપી આપવા અરજદારના એડવોકેટ્સને આદેશ કર્યો છે.જેથી તેઓ આ પ્રકરણ સંદર્ભે પ્રાથમિક માહિતી તેઓ મેળવી શકે. આ કેસની વધુ સુનાવણી નવમી મે ના રોજ રાખવામાં આવી છે. ઇન્ડિયન સાઇક્યાટ્રિસ્ટ સોસાયટીના પ્રેસિડેન્ટ ડો. મૃગેશભાઇ વૈષ્ણવ દ્વારા આ જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે.

આ ફિલ્મના પોસ્ટર્સ જાહેર થતાંની સાથે જ તે વિવાદમાં સપડાઇ છે.ખાસ કરીને ફિલ્મની એક્ટ્રેસ કંગના રનૌત અને એક્ટર રાજકુમાર રાવના જીભમાં બ્લેડ સાથેના પોસ્ટર્સ વિવાદિત બન્યાં છે.જેનો દેશભરમાં ઇન્ડિયન સાઇક્યાટ્રિસ્ટ સોસાયટીના ડોક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ફિલ્મના પોસ્ટર્સમાં મજા માટે ક્રેઝીનેસ બતાવવામાં આવ્યું છે, જેનાથી સમાજમાં ખોટો મેસેજ પહોંચે છે..માનસિક રોગ કોઇ મજાકની વસ્તુ નથી અને આવા રોગથી પીડિત દર્દી સ્ટીગ્માના લીધે બહાર આવી શકતો નથી. તે ચુપ રહે છે અંદરોઅંદર દબાતો, પીડાતો રહે છે અને તેની બીમારી વધે છે.એ તબીબી સારવાર કરાવતો નથી. છેલ્લા 30 વર્ષોથી અરજદાર સોસાયટી દ્વારા આ રોગ પ્રત્યે નાગરિકોને સંવેદનશીલ બનાવવા અને દર્દીઓને ભયમુક્ત બનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે તેમના માટે મેન્ટલ જેવા શબ્દોનો પ્રયોગ સંપૂર્ણપણે અયોગ્ય છે.

બોલીવુડ થોડા થોડા વખતે આવી ફિલ્મો બનાવીને માનસિક રોગના દર્દીઓની મશ્કરી ઉડાડતી રહે છે. પરંતુ આ કોઇ સર્જનાત્મક કામ નથી. બોલીવુડે સમાજમાં આવા લાંછન રૂપ શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પણ દેશના બંધારણે સન્માન પૂર્વક જીવવાનો અધિકાર આપ્યો છે. ત્યારે તેમના માટે મેણાટોણા જેવા શબ્દો અપમાન જનક છે અને તેમને ક્ષોભમાં મુકનારા છે. આ ફિલ્મના ટાઇટલને હટાવવા માટે સેન્સર બોર્ડ સહિત પીએમઓ સુધી પત્ર લખીને રજૂઆત પણ કરવામાં આવી છે. તે ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.