અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. શહેરીજનોની સુવિધા વધારવા પશ્ચિમ રેલ્વે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે મુસાફરો હરિદ્વાર જવા માંગતા હોય તેઓ ખાસ કરીને આ વિગત જાણી લે.
પશ્ચિમ રેલ્વે દ્વારા કરાયેલા નિર્ણય મુજબ ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 5મે 2024 રવિવારે સાબરમતીથી 19:00 કલાકે ઉપડશે. અને બીજા દિવસે 19:00 કલાકે હરિદ્વાર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09426 હરિદ્વાર સાબરમતી સ્પેશિયલ 6 મે 2024 સોમવારે હરિદ્વારથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21ઃ30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનમાં મુસાફરો સ્લીપર કલાસ અને જનરલ કલાસના કોચમાં મુસાફરી કરી શકશે. 5 મેના રોજ શરૂ થતી ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 4 મે,2024થી શરૂ થઈ ગયું છે. મુસાફરો યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર બુકિંગ કરાવી શકશે.
સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન લગભગ 20 જેટલા સ્ટેશનો પર રોકાશે. જેમાં મહેસાણા, પાલનપુર, આબૂરોડ, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્લી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનનો સમાવેશ થાય છે. સાબરમતી-હરિદ્વાર વચ્ચે શરૂ થનાર સ્પેશિયલ ટ્રેનના ઉપડવાનો સમય અને રોકાણ જેવી વિગતો www.enquiry.indianrail.gov.in પર જઈને જાણી શકાશે.
આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે
આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ
આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી