Not Set/ ફૂટપાથ પર હારમોનિયમ વગાડનારને નેહા કક્કરે આપ્યા પુરા એક લાખ રૂપિયા..

મુંબઈ સિંગર અને સંગીતકર વિશાલ દદલાની અને નેહા કક્કરએ પુણેના ફૂટપાથ પર છેલ્લા 30 વર્ષથી હારમોનિયમ વગાડી રહેલ કેશવ લાલને એક-એક લાખ રૂપિયાની મદદ કરી છે. કેશવ લાલને ‘ઇન્ડિયન આઇડલ-10’ ના સેટ પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને શોના કંટેસ્ટેંટ અને જજો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શોમાં તેઓ તેમની પત્ની સોની બાઇ સાથે […]

Trending Entertainment
ghh ફૂટપાથ પર હારમોનિયમ વગાડનારને નેહા કક્કરે આપ્યા પુરા એક લાખ રૂપિયા..

મુંબઈ

સિંગર અને સંગીતકર વિશાલ દદલાની અને નેહા કક્કરએ પુણેના ફૂટપાથ પર છેલ્લા 30 વર્ષથી હારમોનિયમ વગાડી રહેલ કેશવ લાલને એક-એક લાખ રૂપિયાની મદદ કરી છે.

કેશવ લાલને ‘ઇન્ડિયન આઇડલ-10’ ના સેટ પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને શોના કંટેસ્ટેંટ અને જજો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શોમાં તેઓ તેમની પત્ની સોની બાઇ સાથે આવ્યા હતા. કેશવ લાલએ સંગીતની કારકિર્દી દ્વારા સફળતા હાંસલ કરવા અને બધું હારી જવાની વાર્તા કહી હતી. તેમણે જણાવ્યું હતું કે દરેક મુશ્કેલીમાં, તેમણે સંગીત માટેના તેમના ઉત્કટને છોડ્યુ નથી. તેમણે જણાવ્યું હતું કે, સંગીત મારા માટે મહત્વપૂર્ણ છે અને દરેકને પોતાના જુનુન પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.

આપને જાણવી દઈએ કે, કેશવ લાલએ દિગ્ગજ ફિલ્મ નિર્માતા વી. શાંતારામ અને સંગીતકાર કલ્યાણજી-આનંદજી સાથે કામ કર્યું છે અને હારમોનિયમ પર તેમના સાથે ‘આવારા હું’ ગીત ગાયું છે.

આ મહાન કલાકારની સ્ટોરીએ ‘ઇન્ડિયન આઇડલ-10’ના જજ બનેલ વિશાલ અને નેહાને ઈમોશનલ કરી દીધા હતા. હાલ જ્જેજ તેમને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

વિશાલે જણાવ્યું કે, આ શોમાં કેશવ લાલજીને જોવા એ અમારું સૌભાગ્ય છે. આ માણસને જોવા સારા લાગે છે. જેને પોતાની આખું જીવન સંગીતને આપી દીધું હોય. તેઓ અમારા બધા માટે એક પ્રેરણા છે. વિશાલે કહ્યું કે, તેઓએ અમને શીખવાડ્યું છે કે એક વ્યક્તિને ક્યારે પણ પોતાના જુનુન ઓછો નથી થવા દેતા. મારા સાથીઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં હાજર લોકોને વિનંતી કરીશ કે તેઓ કેશવજીને બને તેટલી મદદ કરે.