Not Set/ યુપીમાં ભાજપથી અપના દળ નારાજ,વધુ સીટોની કારઇ માંગણી

દિલ્હી, કેન્દ્રિય પ્રધાન અનુપ્રિયા પટેલના નેતૃત્વમાં અપના દળ હાલમાં ભારે નારાજ છે. તે ભાજપથી બિલકુલ અલગ થઇને ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે  તૈયાર છે.અપના દળે ભાજપ પાસે વધુ સીટો માંગી છે. ટુંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. અપના દળની નારાજગી દુર કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યા છે.  લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની […]

Top Stories India Trending
011 6 યુપીમાં ભાજપથી અપના દળ નારાજ,વધુ સીટોની કારઇ માંગણી
દિલ્હી,
કેન્દ્રિય પ્રધાન અનુપ્રિયા પટેલના નેતૃત્વમાં અપના દળ હાલમાં ભારે નારાજ છે. તે ભાજપથી બિલકુલ અલગ થઇને ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે  તૈયાર છે.અપના દળે ભાજપ પાસે વધુ સીટો માંગી છે.
ટુંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. અપના દળની નારાજગી દુર કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યા છે.  લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની સૌથી મોટી પાર્ટી તરીકે  ઉભરે તેવી શક્યતા છે. ભાજપ પટેલોની પાર્ટીનો ઉપયોગ ઓબીસી વર્ગને વધારે પ્રભાવિત કરવાના ઇરાદા સાથે કરી શકે છે. તે અપના દળને વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી દરમિયાન બેથી વધારે સીટની ઓફર કરી શકે છે.
યુપીમાં ભાજપ અને તેમના સાથી પક્ષો વચ્ચે સીટના વિભાજનને લઇને હાલમાં વાતચીત ચાલી રહી છે. રાજ્ય સરકારમાં પ્રધાન અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર ભાજપ પાસેથી જ ઓછામાં ઓછી અડધા ડઝન સીટની માંગ કરે છે. ભાજપના વરિષ્ઠ નેતાઓનુ કહેવુ છે કે હજુ ટુંક સમયમાં જ બેઠકોની વહેચણીને લઇને નિર્ણય કરી લેવામાંઆવશે. પાર્ટીના વરિષ્ઠ નેતા કહે છે કે અપના દળની સાથે ભાજપના સંબંધ મજબુત થઇ રહ્યા છે.
ભાજપના અધ્યક્ષ ગયા સપ્તાહમાં મિરજાપુરમાં ગયા હતા. જે અનુપ્રિયાના મતવિસ્તાર તરીકે છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જુલાઇના દિવસે મિરજાપુરમાં એક રેલ કરનાર છે. જેમાં તેઓ કરોડોના પ્રોજેક્ટની જાહેરાત કરી શકે છે. અનુપ્રિયાના પિતા સોનેલાલ જન્મદિવસના પ્રસંગે બીજી જુલાઇના દિવસે લખનૌમાં એક કાર્યક્રનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.  અપના દળે વર્ષ 2014માં મિર્જાપુર અને પ્રતાપગઢ બંને સીટ પર જીત મેળવી હતી. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આને જાનપુર, સોનભદ્ર અને વારાણસી જેવી ૧૧ સીટો મળી હતી. જેમાં નવમાં જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી.