Not Set/ કેન્દ્ર સરકારે દવાઓની કિંમતમાં 50 ટકાનો વધારો કરવાની આપી મંજૂરી

સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જીવન રક્ષક દવાઓ મોંઘી થવાની છે. કેન્દ્ર સરકારે દવાઓનાં ભાવમાં 50 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આમાં એન્ટીબાયોટીક, એન્ટિ મેલેરિયલ ડ્રગ્સ, બીસીજી રસી, મેલેરિયા, લેપ્રોસી, પેંસિલીન, વિટામિન સી, લીવર સ્કેયરિંગ, એલર્જીની દવાઓ અને કિડનીનાં રોગો માટેની દવાઓ શામેલ છે. તેના સીલિંગ પ્રાઇઝ વધવા જઇ રહી છે. જણાવી દઇએ કે […]

India
Medicines કેન્દ્ર સરકારે દવાઓની કિંમતમાં 50 ટકાનો વધારો કરવાની આપી મંજૂરી

સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જીવન રક્ષક દવાઓ મોંઘી થવાની છે. કેન્દ્ર સરકારે દવાઓનાં ભાવમાં 50 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આમાં એન્ટીબાયોટીક, એન્ટિ મેલેરિયલ ડ્રગ્સ, બીસીજી રસી, મેલેરિયા, લેપ્રોસી, પેંસિલીન, વિટામિન સી, લીવર સ્કેયરિંગ, એલર્જીની દવાઓ અને કિડનીનાં રોગો માટેની દવાઓ શામેલ છે.

તેના સીલિંગ પ્રાઇઝ વધવા જઇ રહી છે. જણાવી દઇએ કે સીલિંગ પ્રાઇઝ એ કંટ્રોલ કિંમત છે કે જેનાથી વધારે કોઈ ઉત્પાદન વેચી શકાય નહી. કેન્દ્ર સરકાર હેઠળની એક સંસ્થા એનપીપીએ ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર 2013 નાં પેરાગ્રાફ 19 નાં આદેશમાં સુધારો કર્યો છે. જે અંતર્ગત દવાઓનાં ભાવમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે અગાઉ આ નિયમનો ઉપયોગ દવાઓની કિંમતોમાં ઘટાડો કરવા માટે થતો હતો.

છેલ્લાં બે વર્ષથી, ફાર્મા ઇન્ડસ્ટ્રી દવાઓનાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇંગ્રીડેંટ (એપીઆઈ) ની વધતી કિંમતો માટે પેરવી કરે છે. આમા દવાઓનો સમાવેશ થાય છે જે ચીનથી આયાત કરવામાં આવે છે. હવે એવું માનવામાં આવે છે કે સરકારનાં નિર્ણય પછી, ઉત્પાદન મુજબ, API ની કિંમતમાં મોટા પાયે વધારો થશે. તેમાં 40 થી 80 ટકા ફોર્મ્યુલેશન ખર્ચનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે પેરાસીટામોલમાં અંતિમ ઉત્પાદનનાં કુલ મૂલ્યનાં 80 ટકાની API કિંમત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.