Not Set/ ગરીબી અને અજ્ઞાનતા વચ્ચે પાંગરતી વિકૃતિઓ સમાજનું ચેન અને શાંતિ છીનીવી લેશે…

દેશમાં બળાત્કારનો માહોલ તેની ચરમસીમા પર છે…વિકૃતિઓ પૂર બહારમાં ખીલી ઉઠી છે. ભારતમાં થતા ગુનાઓમાં રેપએ 4 નંબરનો સૌથી મોટો ગુનો છે. ખૌફ સુમસામ ગલીઓથી સરેઆમ સડકો સુધી છવાઈ ચુક્યો છે. હેરાની તો તે વાતની છે કે, એક ડીઝાઇનનો ગુનો આકાર લે છે પછી તે જ પેટર્નના અન્ય ગુનાને અંજામ અપાય છે. સ્પષ્ટ મતલબ છે […]

Top Stories
rina brahmbhatt ગરીબી અને અજ્ઞાનતા વચ્ચે પાંગરતી વિકૃતિઓ સમાજનું ચેન અને શાંતિ છીનીવી લેશે...

દેશમાં બળાત્કારનો માહોલ તેની ચરમસીમા પર છે…વિકૃતિઓ પૂર બહારમાં ખીલી ઉઠી છે. ભારતમાં થતા ગુનાઓમાં રેપએ 4 નંબરનો સૌથી મોટો ગુનો છે. ખૌફ સુમસામ ગલીઓથી સરેઆમ સડકો સુધી છવાઈ ચુક્યો છે. હેરાની તો તે વાતની છે કે, એક ડીઝાઇનનો ગુનો આકાર લે છે પછી તે જ પેટર્નના અન્ય ગુનાને અંજામ અપાય છે. સ્પષ્ટ મતલબ છે કે, આરોપીઓની હિંમત ખુલી જવા પામી છે. તેમને સમાજની શરમ, કાનૂનનો ડર , પોલીસની બીક પણ નથી. એટલે કે આરોપીઓ સમાજમાં બની રહેલા ગુનાનું ઉદાહરણ લઇ રહ્યા છે… નહિ કે આવા ગુના અંતર્ગત આપવામાં આવેલ સજાને દાખલો લઇ તેમની માનસિકતામાં પરિવર્તન લાવી રહ્યા છે. ત્યારે ગુનાખોરીની વિકસી રહેલ આ માનસિકતા કાયદાપોથીઓ કે અદાલતો સુધી સીમિત રાખી શકાય તેમ નથી..

આ એક માનસિક સમસ્યા બની ચુકી છે. જે સમાજના પ્રત્યેક ઘરમાં ભય પ્રસરાવી રહી છે. આ સાવધાન ઇન્ડિયા કે ક્રાઈમ પેટ્રોલ નો કોઈ એપિસોડ નથી કે જે પૂરો થયો એટલે પત્યું. આ અપરાધ ની એવી કહાનીઓ છે કે જે ભારત નો ક્રાઈમ રેટ વિકાસ સામે વધુ તેજીથી ઊંચકાઈ રહ્યો છે. ગુજરાત જેવા સબ સલામતના દાવા કરતા રાજ્યમાં પણ આવા સ્ત્રી વિરુદ્ધના ગુના વધવા પામ્યા છે. ગુજરાતમાં પાછલા ઘણા વર્ષો માં ગેન્ગરેપ ની ઘટનામાં વધારો નોંધાયો છે.

હજુ હૈદરાબાદ કેસ ની હેવાનિયત હવામાં ગુંજી રહી છે. અને પબ્લિકનો આક્રોશ ચરમ સીમાએ છે તે જોયા છતાં ઉન્નાવમાં રેપ પીડિતાને 90 % સુધી જાહેરમાં જ બાળવાની ગુસ્તાખી અપરાધીઓ કરી ચુક્યા છે. શું આ લોકોને કાયદા નો કોઈ ડર નથી ? અને નથી જ તેવું બહુ સ્પષ્ટ દેખાય છે .. અગર હોત તો તેમણે ઉન્નાવ પીડિતા સાથે આ કૃત્ય ના આચર્યું હોત. જે આખરે મોતને ભેટી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોનો પોલીસ અને કાયદા પર થી ભરોસો ઉઠી જાય. કાયદાની શીથીલતા નિર્ભયા જેવા અતિ ગંભીર ગુના એ આપણને બતાવી દીધી છે. વળી 2012 થી 2019 આવી તેમ છતાં આ અતિ ગંભીર ગુનાના આરોપીઓને આજ સુધી કાયદો ફાંસી નથી આપી શક્યો. કાયદાની આ જ શીથીલતા ગુનેગારો ને પીઠબળ પૂરું પાડે છે.

ગુનેગારોના બદદિમાગમાં ઘુસી ચુક્યું છે કે, કાયદો તેની લાંબીલચક પ્રક્રિયા પૂરી કરે ત્યાં સુધી તો તેમને કોઈ તકલીફ નથી અને તેમાં કેટલા વર્ષ નીકળશે તે કોઈ કહી શકે તેમ નથી. અને આ જ ચીજ તેમને રાશ આવી ગઈ છે. બીજી તરફ આઈટી યુગે પણ હાહાકાર મચાવ્યો છે. ફાયદાઓ છે તો સામે ગેર ફાયદાઓ પણ છે. જ હર સ્થાને ઉપલબ્ધ પોનોગ્રાફી પણ આ વિકૃત માનસિકતા પાંગરવા પાછળ જવાબદાર છે. જેમાં લોકો પોતે પણ આમાં ક્યાંક સંડોવાયેલા છે. સામાન્ય ઝુંપડવાસીથી લઇ હાયર એજ્યુકેટેડ લોકો પણ ગલગલીયા કરાવતી પોર્ન જુવે છે. યુ ટ્યુબ થી લઇ ફેસબુક પર તમે કઈ સર્ચ કરો એટલે પણ કોઈ એક વિડીઓ પાછળ આવા વિડીઓ આપોઆપ ખુલે છે. જેમાં આ નબળી માનસિકતા ધરાવતા લોકો નવરાશમાં આવા ગંદા વિડીઓ જોઈ દિમાગમાં ગંદકી ભરે છે અને તક મળતા જ આ ગંદકી ઠાલવે છે અને એક નિર્દોષ તેનો શિકાર બને છે.

વળી એક નગ્ન સચ્ચાઈ તે પણ છે કે, આજે પણ સમાજમાં એક વર્ગ તેવો વસી રહ્યો છે કે, જે ખાસ ભણ્યો નથી, જેની પાસે ખાસ કામ નથી. જેમ તેમ બે ટાંક નું પેટીયું રળી તે પોતાનું પેટ ભરે છે.તેમની આસપાસ કઈ ઘટના એ આકાર લીધો, તેના શું પ્રત્યાઘાત પડ્યા? તેનું કાયદાકીય પરિણામ શું આવ્યું ?તેમને તેનો કોઈ જ ખ્યાલ નથી. અને તેથી જ તેમના માં કાયદાનો ડર ના હોય તે સ્વાભાવિક છે.

વડોદરા ના નવલખા મેદાનમાં બનેલ આવી જ રેપ ઘટના માં આ બાબત ખુલીને સામે આવી છે. ઝૂપડપટ્ટીમાં વસતો આ ક્લાસ પોર્ન જોતો હતો . ત્યારે આ લોકોનું દિમાગ વિકૃત થઇ જાય છે. અને તેમને સૂઝતું જ નથી કે શું કરવું અને ના કરવાનું કરી બેસે છે. ત્યારે આ સંજોગોમાં અને અત્યારના માહોલ તે ખુબ જ જરૂરી બન્યું છે કે, ઝુંપડપટ્ટી ઓમાં જઈ આ લોકો ને કાયદો અને ક્રાઈમ વિષે થોડી સમજ આપવામાં આવે. અને આ કામ એનજીઓ દ્વારા કરાવી શકાય. આ અજ્ઞાની લોકોને સમાજ વચ્ચે વસી શકાય તેવા બનાવવા આ પગલું ભરવું જ જોઈએ. અન્યથા બેકારી, ગરીબી અને અજ્ઞાનતા વચ્ચે પાંગરતી વિકૃતિઓ સમાજનું ચેન અને શાંતિ હણી લેશે. તેમાં કોઈ શક નથી. કાયદાએ અત્યાર સુધી બહુ પ્રયાસો કર્યા હવે જ્ઞાન ને પણ થોડું સ્થાન અપાય તો કઈક તો ફર્ક પડશે જ. જ્ઞાન પીરસવાની સાથે કાયદાઓને વધુ કડક બનાવવાની કવાયત પણ હાથ ધરવી રહી..

@ પત્રકાર – કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમે…..   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.