Cricket/ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર આ ખેલાડી તેની કારકિર્દીમાં માત્ર એક જ વખત થયો સ્ટમ્પ આઉટ

આજે અમે તમને એવા ભારતીય બેટ્સમેન વિશે જણાવી રહ્યા છીએ જેણે ભારતીય ટીમ માટે 200 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ તે તેની કારકિર્દીમાં માત્ર એક જ વખત સ્ટમ્પ આઉટ થયો હતો.

Sports
Sachin Stump Out

આજે અમે તમને એવા ભારતીય બેટ્સમેન વિશે જણાવી રહ્યા છીએ જેણે ભારતીય ટીમ માટે 200 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ તે તેની કારકિર્દીમાં માત્ર એક જ વખત સ્ટમ્પ આઉટ થયો હતો. અમે જે ભારતીય બેટ્સમેન વિશે વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે, જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે.

આ પણ વાંચો – IND vs SA / દ.આફ્રિકા સામેની પ્રથમ મેચ વિવાદમાં, મયંકનાં આઉટ આપવાના નિર્ણય પર ફેન્સ બગડ્યા

સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચોમાં માત્ર એક જ વખત સ્ટમ્પ આઉટ થયો હતો. 20 વર્ષ પહેલા સચિન તેંડુલકરે પ્રથમ અને છેલ્લી વખત સ્ટમ્પિંગ દ્વારા પોતાની વિકેટ ગુમાવી હતી. 2001માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત આવી ત્યારે બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ હતી. સીરીઝની ત્રીજી મેચ બેંગલુરુંમાં રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 336 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતીય ટીમની શરૂઆત પણ પ્રથમ ઇનિંગમાં ખાસ રહી ન હોતી. સચિન તેંડુલકર 90 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો હતો. એશ્લે જાઇલ્સ ઇનિંગ્સની 73મી ઓવર ફેંકી રહ્યો હતો, જેના પાંચમાં બોલ પર સચિન આગળ આવીને શોટ રમવા માંગતો હતો. પરંતુ બોલ વિકેટકીપર જેમ્સ ફોસ્ટરનાં હાથમાં ગયો અને તેણે સચિન તેંડુલકરને સ્ટમ્પ આઉટ કરી દીધો હતો.

આ પણ વાંચો – IND vs SA / પુજારા શું મેદાનમાં પિચ જોવા જ આવ્યા હતા? ફ્લોપ શો યથાવત, શૂન્ય પર આઉટ થઇ પેવેલિયન પરત

આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી અને ભારતીય ટીમે સીરીઝ 1-0થી જીતી લીધી હતી. આ સીરીઝમાં સચિન તેંડુલકરને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરે પોતાના કેરિયરમાં 200 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 15,921 રન બનાવ્યા હતા અને 51 સદી ફટકારી હતી.