IPL/ ક્રિસ ગેલ IPL છોડી ક્યા ચાલ્યો? કહ્યુ- હુ પાકિસ્તાન જઇ રહ્યો છુ, કોણ સાથે આવશે?

હવે વેસ્ટ ઇન્ડીઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગેલની આ પ્રતિક્રિયાથી સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો છે.

Sports
1 298 ક્રિસ ગેલ IPL છોડી ક્યા ચાલ્યો? કહ્યુ- હુ પાકિસ્તાન જઇ રહ્યો છુ, કોણ સાથે આવશે?

તાજેતરમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષાને કારણે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન શુક્રવારે રાવલપિંડીમાં ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમવાના હતા. પરંતુ કિવિ ટીમે મેચ પહેલા રમવાની ના પાડી દીધી હતી. આ પછી બંને ટીમો લાહોરમાં પાંચ મેચની T20 સીરીઝ રમવાના હતા. પાકિસ્તાન સહિત વિશ્વભરનાં ક્રિકેટરોએ ન્યુઝીલેન્ડનાં રમવાના ઇનકાર પર પ્રતિક્રિયા આપી હતી. વળી, હવે વેસ્ટ ઇન્ડીઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. જો કે ગેલની આ પ્રતિક્રિયાથી સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો છે.

આ પણ વાંચો – IPL / આજથી શરૂ થશે વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો બીજો તબક્કો, રોહિત-ધોનીની સેના હશે આમને-સામને

બાબર આઝમનાં નેતૃત્વવાળી પાકિસ્તાન ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે સુરક્ષા કારણોસર તાત્કાલિક અસરથી રદ કર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ આઇકોન ક્રિસ ગેલે શુક્રવારે પાકિસ્તાન પર કટાક્ષ કર્યો હતો. જો કે, વનડે સીરીઝ અચાનક સ્થગિત થયા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને ન્યુઝીલેન્ડ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નિવેદનમાં ન્યુઝીલેન્ડ પર ધીરજ ન રાખવા અને સીરીઝથી અચાનક બહાર થવા પર આરોપ લગાવ્યો છે. હવે આ અંગે ક્રિસ ગેલે મજાકમાં માઈક્રો બ્લોગિંગ સાઈટ પર લખ્યું હતું કે, તે પાકિસ્તાન જઈ રહ્યો છે અને શું કોઈ તેની સાથે જોડાવામાં રસ છે. હવે સવાલ એ છે કે શું ક્રિસ ગેલ ખરેખર એક દિવસમાં પાકિસ્તાન પહોંચી જશે? જવાબ ના છે, કારણ કે ગેલ હાલમાં યુએઈમાં પંજાબ કિંગ્સ ટીમ સાથે છે. જણાવી દઇએ કે, આઈપીએલ 2021 નાં ​​બીજા તબક્કાની આજથી એટલે કે રવિવારથી શરૂઆત થઇ રહી છે. PBKS અપેક્ષા રાખશે કે તેઓ આ વખતે તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે, કારણ કે તેઓ તેમની પ્રથમ IPL ટ્રોફી જીતવા માંગે છે. 4 મેનાં રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગનાં મુલતવી પહેલા પંજાબ કિંગ્સ આઈપીએલ 2021 પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને હતી. જેમાં માત્ર ત્રણ જીત અને આઠ મેચમાં છ પોઈન્ટ હતા. 2014 નાં ફાઇનલિસ્ટ હવે ટુર્નામેન્ટનાં યુએઇ સ્ટેજમાં સુધારાની આશા રાખશે.

આ પણ વાંચો – IPL / રોહિત શર્મા આજે CSK વિરુદ્ધ રચી શકે છે ઈતિહાસ, જાણો કેવી રીતે

ક્રિસ ગેલ IPL 2021 નાં ​​પ્રારંભિક તબક્કામાં PBKS માટે પ્રથમ આઠ મેચ રમી ચૂક્યો છે. તેણે IPL 2021 નાં ​​પહેલા ચરણમાં 25.42 ની એવરેજથી 178 રન બનાવ્યા હતા. જેમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 46 હતો. કેરેબિયન પાવર-હિટર હવે ગેલ સ્ટોર્મને ટુર્નામેન્ટનાં બાકીનાં ભાગમાં 22 યાર્ડમાં બતાવવાની આશા રાખશે. સીઝન ફરી શરૂ થયા બાદ પંજાબ કિંગ્સ 21 સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સ સામે તેમની પ્રથમ મેચમાં ટકરાશે.