ICC Test Ranking/ ડેબ્યૂ મેચમાં ધમાકેદાર ઇનિંગ રમવાનો શ્રેયસ ઐયરને થયો લાભ, કોહલી-રોહિત અને અશ્વિનનું સ્થાન યથાવત

1 ડિસેમ્બરનાં રોજ જાહેર કરાયેલ ICC ટેસ્ટ બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગમાં, બેટિંગમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જ્યારે બોલિંગમાં ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પોતપોતાના સ્થાને યથાવત છે.

Sports
શ્રેયસ ઐયર

બુધવાર (1 ડિસેમ્બર)નાં રોજ જાહેર કરાયેલ ICC ટેસ્ટ બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગમાં, બેટિંગમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જ્યારે બોલિંગમાં ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પોતપોતાના સ્થાને યથાવત છે. આ સાથે જ પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ટોપ-5માં સામેલ થઈ ગયો છે. બીજી તરફ કેન વિલિયમસન ભારત સામે કાનપુર ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ બીજાથી ત્રીજા સ્થાને સરકી ગયો છે. તે સ્ટીવ સ્મિથ (બીજા ક્રમે) થી પાછળ થઇ ગયો છે.

આ પણ વાંચો – સાવધાન! / ઓમિક્રોન વેરિઅન્ટનાં કહેર વચ્ચે દ.આફ્રિકાનો પ્રવાસ કરશે Team India: સૌરવ ગાંગુલી

રેન્કિંગમાં રોહિત શર્મા પાંચમાં, કોહલી છઠ્ઠા અને અશ્વિન બીજા સ્થાને છે, જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એક સ્થાન નીચે 10માં સ્થાને આવી ગયો છે. અશ્વિનને છોડીને, ત્રણેય ભારતીય ખેલાડીઓ કાનપુર ખાતે ન્યૂઝીલેન્ડ સામેની ડ્રોની પ્રથમ ટેસ્ટનો ભાગ ન હોતા. પ્રથમ ટેસ્ટ રમીને મેન ઓફ ધ મેચ બનેલા શ્રેયસ અય્યર 105 અને 65 રન બનાવ્યા બાદ બેટિંગ રેન્કિંગમાં 75માં ક્રમે છે. ઓપનર શુભમન ગિલ છ સ્થાન આગળ વધીને 66માં અને રિદ્ધિમાન સાહા નવ સ્થાન આગળ વધીને 99માં ક્રમે પહોંચી ગયો છે. બોલરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા બે સ્થાન આગળ વધીને 19માં સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં પણ તે બીજા સ્થાને છે. અશ્વિન ઓલરાઉન્ડરોમાં ત્રીજા અને બેટ્સમેનોમાં 79માં ક્રમે છે. ન્યૂઝીલેન્ડ માટે, ટોમ લાથમ 95 અને 52 રન બનાવીને 14માંથી નવમાં સ્થાને પહોંચી ગયો છે. બોલરોમાં કાયલ જેમિસન નવમાં ક્રમે છે. ટિમ સાઉથી ત્રીજા સ્થાને છે અને અશ્વિનથી માત્ર એક પોઈન્ટ પાછળ છે.

આ પણ વાંચો – IPL 2022 / Retention માં આ ખેલાડીઓને થયો ફાયદો, તો આ ખેલાડીઓને થયુ નુકસાન

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગાલેમાં પૂર્ણ થયેલી પ્રથમ ટેસ્ટ બાદ પાકિસ્તાની ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી પ્રથમ વખત ટોચનાં પાંચમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ આઠ વિકેટે જીતી હતી. આફ્રિદીએ આ મેચમાં સાત વિકેટ ઝડપી હતી અને તે ત્રણ સ્થાન ઉપર ચઢીને પાંચમાં સ્થાને પહોંચી ગયો હતો. ફાસ્ટ બોલર હસન અલી પણ પાંચ સ્થાનનાં ફાયદા સાથે 11માં સ્થાને પહોંચી ગયો છે. બેટ્સમેનોમાં, આબિદ અલી ભલે બન્ને ઇનિંગ્સમાં સદી ચૂકી ગયો હોય પરંતુ તે 133 અને 91 રન સાથે 20માં ક્રમે છે. તેને 20 સ્થાનનો ફાયદો થયો છે. બાંગ્લાદેશ માટે, મુશ્ફિકુર રહીમ ચાર સ્થાન આગળ વધીને 19માં અને લિટન દાસ 26 સ્થાન આગળ વધીને 31માં સ્થાને પહોંચી ગયો છે.