રોગ/ બ્લેક ફંગસ નોટિફાઇડ રોગ : હરિયાણા સરકાર

બ્લેક ફંગસથી થતો મ્યૂકોરમાઇકોસીસ નામનો રોગ લોકોના જીવ લઇ રહ્યો

India
11111 બ્લેક ફંગસ નોટિફાઇડ રોગ : હરિયાણા સરકાર

હજુ કોરોનાના કહેરમાંથી તો બહાર નિકળી નથી શકાયુ અને ત્યાં બ્લેક ફંગસથી થતો મ્યૂકોરમાઇકોસીસ નામના રોગે લોકોમાં ભય ફેલાવ્યો છે.  ત્યારે હરિયાણા સરકારે બ્લેક ફંગસને નોટિફાઇડ રોગ તરીકે જાહેર કર્યો છે. હાલમાં આ બ્લેક ફંગસથી થતો મ્યૂકોરમાઇકોસીસ નામનો રોગ લોકોના જીવ લઇ રહ્યો છે.

હરિયાણા સરકારે બ્લેક ફંગસને એક નોટિફાઇડ રોગ તરીકે જાહેર કર્યો છે.  ઉલ્લેખનીય છે કે, બ્લેક ફંગસના દર્દી મળ્યાં પછી, ડૉક્ટર જિલ્લાના સીએમઓને રિપોર્ટ કરશે. રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ ડોકટરો તેની સારવાર માટે કોરોના સાથે કામ કરતાં રાજ્યના તમામ ડોકટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમાં તેમને જણાવ્યું હતુ કે,  મે મહિનામાં હરિયાણામાં બ્લેક ફંગસના 30થી વધુ કેસ નોંધાયા છે.  હરિયાણાના ફરીદાબાદમાં બ્લેક ફંગસના 6 કેસ નોંધાયા છે. ગુરુગ્રામમાં 12 થી 14 કેસ નોંધાયા છે. રોહતકમાં આ રોગના 6 કેસ નોંધાયા છે. જ્યારે ફતેહાબાદ, કરનાલ અને રોહતકમાં બે કેસ નોંધાયા છે.

 બ્લેક ફંગસ પ્રથમ ત્વચામાં દેખાય છે અને પછી ફેફસાં અને મગજને પણ ચેપ લગાડે છે. કોવિડ ટાસ્ક ફોર્સે માર્ગદર્શિકા જાહેર કરીને સલાહ આપીને લોકોને આ ખતરનાક ફૂગ વિશે ચેતવણી આપી છે. આ ફૂગ તે લોકોને પકડમાં લઇ રહી છે જે કોરોના સંક્રમણના કારણે દવાઓ લઇ રહ્યાં છે.