Not Set/ દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવનાર શિલ્પકાર છે 92 વર્ષનાં, જાણો કોણ છે આ શિલ્પકાર

સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું અનાવરણ 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સરદાર સરોવર બંધની નજીક સ્થાપિત થનારી આ મૂર્તિનો 85 ટકાથી વધુ ભાગ ઇન્સ્ટોલ થઇ ચુક્યો છે અને હવે સરદારનું મુખ ઇન્સ્ટોલ થઇ રહ્યું છે. આ પ્રતિમાને દેશ […]

Top Stories India
ram sutar દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવનાર શિલ્પકાર છે 92 વર્ષનાં, જાણો કોણ છે આ શિલ્પકાર

સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું અનાવરણ 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સરદાર સરોવર બંધની નજીક સ્થાપિત થનારી આ મૂર્તિનો 85 ટકાથી વધુ ભાગ ઇન્સ્ટોલ થઇ ચુક્યો છે અને હવે સરદારનું મુખ ઇન્સ્ટોલ થઇ રહ્યું છે. આ પ્રતિમાને દેશ દુનિયામાં શિલ્પ કલાની મસાલ તરીકે પણ રજુ કરવામાં આવી રહી છે. પરંતુ શું આપ જાણો છો કે આ પ્રતિમા બનાવવા પાછળ ક્યાં શિલ્પકારનો હાથ છે?

92 વર્ષીય પદ્મભૂષણથી સન્માનિત રામ વી.સુતારની કલ્પનાનું પરિણામ છે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’. એમણે આ પ્રતિમાને ડીઝાઇન કરી છે. આ પહેલાં પણ તેઓ ઘણી બધી મૂર્તિઓ ડીઝાઇન કરી ચુક્યા છે જેવી કે સંસદ ભવન પરિસરમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમા.

ram sutar 1 દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવનાર શિલ્પકાર છે 92 વર્ષનાં, જાણો કોણ છે આ શિલ્પકાર
Artist behind the tallest sculpture of Sardar- ‘ statue of unity’

કોણ છે આ શિલ્પકાર ..?

રામ વી સુતાર મૂળ મહારાષ્ટ્રનાં એક ગામડાનાં રહેવાસી છે. એમનાં પિતા કાર્પેન્ટર હતા એટલે શિલ્પ કલા એમને વારસામાં મળી હતી. ભણતર ગામડામાં જ થયું અને એ દરમ્યાન ગુરુ શ્રી રામ કૃષ્ણ જોશી પાસેથી શિલ્પકારીની કલા શીખી. ત્યારબાદ એમણે જેજે સ્કુલ ઓફ આર્ટ્સમાં એડમીશન લીધું. ત્યારબાદ એમણે નોકરી પણ કરી. 1958 માં તેઓ દિલ્લી આવી ગયા. ત્યારબાદ એમણે નોઈડામાં પોતાનો સ્ટુડિયો ખોલ્યો.

જયારે તેઓ દિલ્લી આવ્યા ત્યારે ઇન્ડિયા ગેટ પાસે કૈનોપીમાં બનેલી જાર્જ પંચમની મૂર્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને આ પ્રતિમા હટાવીને ત્યાં મહાત્મા ગાંધીની મૂર્તિ લગાવાની વાત ચાલી રહી હતી. સુતારે જાતે કૈનોપી માટે મહાત્મા ગાંધીની મૂર્તિ તૈયાર કરી હતી.

રામ વી સુતાર શરૂઆતથી જ મહાત્મા ગાંધીથી પ્રેરિત રહ્યા છે. સંસદ ભવન પરિસરમાં લાગેલી 17 ફીટ ઉંચી ગાંધીની પ્રતિમા પણ એમણે જ બનાવી છે. આ સિવાય એમણે બનાવેલી બાપુની મૂર્તિ ૩૦૦ થી વધારે દેશોમાં લાગી ચુકેલી છે.

ram sutar 3 દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવનાર શિલ્પકાર છે 92 વર્ષનાં, જાણો કોણ છે આ શિલ્પકાર
Artist behind the tallest sculpture of Sardar- ‘ statue of unity’

Statue of Unity ને પણ રામ વી સુતારે ડીઝાઇન કરી છે. એમનાં ઓબ્ઝર્વેશન હેઠળ જ ચીનમાં આ મૂર્તિની કાસ્ટિંગ થઇ હતી. ત્યારબાદ એનાં એક એક ભાગને ગુજરાતમાં લાવવામાં આવ્યા.

રામ વી સુતાર મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર ધાતુઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિનું વજન 1700 ટન છે અને ઉચાઇ 182 મીટર એટલે કે 522 ફીટ છે.

ram sutar 2 દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવનાર શિલ્પકાર છે 92 વર્ષનાં, જાણો કોણ છે આ શિલ્પકાર
Artist behind the tallest sculpture of Sardar- ‘ statue of unity’

હાલ તેઓ મુંબઈના દરિયામાં સ્થાપિત થનારી શિવાજીની મૂર્તિની ડીઝાઇન તૈયાર કરવામાં લાગ્યા છે. થોડા સમય પહેલાં અમૃતસરમાં વોર મેમોરીયલમાં લગાવામાં આવેલી દુનિયાની સૌથી મોટી તલવાર પણ એમણે જ તૈયાર કરી હતી.

રામ સુતારને ભારત સરકારે 1999 માં પદ્મશ્રી એવોર્ડથી અને વર્ષ 2016 માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.