Not Set/ નમો એપ દ્વારા PM મોદીએ યોજનાના લાભાર્થીઓને સંબોધ્યા, કહ્યું, “અમે ગરીબો માટે બેંકોના દરવાજા ખોલ્યા”

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નમો એપ મારફતે સામાજિક સુરક્ષા યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યુ કે, “અમારી સરકારે છેલ્લા ૪ વર્ષમાં એવી યોજનાઓને આગળ વધારી છે, જેનો સીધો લાભ ગરીબ લોકોને મળ્યો છે”. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમે ગરીબો માટે બેંકોના દરવાજા ખોલ્યા, કરોડો લોકોના બેંક એકાઉન્ટ ખુલ્યા છે. […]

India
cats 264 નમો એપ દ્વારા PM મોદીએ યોજનાના લાભાર્થીઓને સંબોધ્યા, કહ્યું, "અમે ગરીબો માટે બેંકોના દરવાજા ખોલ્યા"

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નમો એપ મારફતે સામાજિક સુરક્ષા યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યુ કે, “અમારી સરકારે છેલ્લા ૪ વર્ષમાં એવી યોજનાઓને આગળ વધારી છે, જેનો સીધો લાભ ગરીબ લોકોને મળ્યો છે”.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમે ગરીબો માટે બેંકોના દરવાજા ખોલ્યા, કરોડો લોકોના બેંક એકાઉન્ટ ખુલ્યા છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન સરકાર તરફથી શરુ કરાયેલ જીવન વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના અંગે જણાવ્યુ અને કેવી રીતે માત્ર ૩૩૦ રુપિયા અને ૧૨ રુપિયા પ્રતિ વર્ષની કિંમતથી ૨-૨ લાખ રુપિયાનો વીમો મળે છે તે અંગે પણ માહિતી આપી”.

તેઓએ વધુમાં જણાવ્યુ કે, “અત્યાર સુધી ૫ કરોડથી વધુ લોકોને અત્યાર સુધી આ યોજનાનો લાભ મળ્યો છે અને મુશ્કેલીના સમયે સરકાર તરફથી તેમને સહાય કરવામાં આવી છે”.

નમો એપ મારફતે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, “નાના વેપારીઓને પણ ફાયદો થયો છે. જનસુરક્ષા યોજનાઓના લાભાર્થીઓમાં એક નવો વિશ્વાસનો સંચય જન્મ્યો છે. જન સુરક્ષા અંતર્ગત શરુ કરાયેલી યોજનાઓ અલગ અલગ પરિસ્થિતિઓ માટે છે અને ઘણા ઓછા પ્રીમિયમ પર તેનો લાભ મળે છે જેથી દેશના દરેક ક્ષેત્રના લોકો સુધી તેનો વિસ્તાર થાય.